નવી દિલ્હી: જમ્મુ-કશ્મીરમાં પાકિસ્તાન તરફથી કરાયેલા ફાયરિંગમાં સેનાના એક જવાન શહીદ થયા છે. પૂંછ સેક્ટરમાં સવારથી પાકિસ્તાન સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. એક દિવસ અગાઉ થલસેના પ્રમુખ જનરલ બીપિન રાવતે પૂંછ સેક્ટરની મુલાકાત કરી હતી.


પાકિસ્તાન રવિવાર બપોર બાદ સરહદ પર સિઝ ફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનને પણ નુકશાન પહોંચ્યું છે. પૂંછ સરહદ પાસેના જે ગામમાં ફાયરિંગ કરવામાં આવ્યું ત્યાંના લોકો ખૂબ નારાજ છે.

ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાથી કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન રઘવાયું થયું છે. આ પહેલા જમ્મુ કાશ્મીરના રાજૌરી અને પૂંછ જિલ્લામાં પાકિસ્તાન તરફથી કરવામા આવેલા ગોળીબારમાં સેનાના બે જવાનો શહિદ થયા હતા. આ ગોળીબામાં ઘણા લોકો ઘાયલ થયા હતા.