નવી દિલ્હીઃ દેશભરમાં ડુંગળીને લઇને થયેલી રામાયણ પર હવે કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે. હવે વિદેશમાંથી ડુંગળીનો જથ્થો ભારતમાં મંગાવવામાં આવી રહ્યો છે, અને આ અઠવાડિયાના અંત સુધી ડુંગળી ભારતીય માર્કેટમાં પહોંચી જશે. કેમકે સરકારે તુર્કી સાથે ડુંગળીની ખરીદી માટે મોટો કરાર કર્યો હતો.


સરકારી કંપની એમએટીસીએ તુર્કીમાંથી વધુ ડુંગળી મંગાવવાનો કરાર કર્યો છે. કરાર અનુસાર એમએમટીસી તુર્કીમાંથી 12500 મેટ્રિક ટન ડુંગળી ખરીદશે. આને મળીને સરકાર અત્યાર સુધી 42500 મેટ્રિક ટન ડુંગળી આયાત કરવાનો કરાર કરી ચૂકી છે. જેમાં તુર્કી સાથે કરવામાં આવેલો 11000 મેટ્રિક ટનની આયાતનો કરાર પણ સામેલ છે. તુર્કી સાથેના નવા કરાર અંતર્ગત આવનારી 12500 મેટ્રિક ડુંગળી જાન્યુઆરીના મધ્યમાં ભારત આવી જશે.

કેન્દ્ર સરકાર તરફથી એમએમટીસી અત્યાર સુધી કુલ મળીને 42500 મેટ્રિક ટન ડુંગળીની આયાત કરવાનો કરાર કરી ચૂકી છે. આમાં 12000 મેટ્રિક ટન ડુંગળી 31 ડિસેમ્બર સુધી ભારતમાં આવી જશે.