ઝારખંડમાં આજે બોરિયા, બરહેટ, લિટીપારા, મહેશપુર, શિકારીપારા બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયુ છે, અને બપોરે 3 વાગે પુરુ થઇ જશે. વળી, બાકી અન્ય બેઠકો પર મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઇને સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે.
મતદાનના છેલ્લા તબક્કામાં રાજ્યના બે મંત્રીઓ અને પૂર્વ મુખ્યમંત્રી તથા ઝામુમોના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેનની કિસ્મત દાવ પર લાગી છે.
સોરેન બે બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યાં છે. દુમકામાં બીજેપી ઉમેદવાર તથા મહિલા તથા બાળ કલ્યાણ મંત્રી લૂઇસ મરાંડી તેમને જબરદસ્ત ટક્કર આપી રહ્યાં છે. જ્યારે બરહેટ બેઠક પર બીજેપી નેતા સાઇમન મલ્ટો સામે ટક્કર છે.
રાજ્યની વિધાનસભામાં કુલ 81 બેઠકોમાંથી 65 બેઠકો પર ચાર તબક્કામાં મતદાન પુરુ થઇ ગયુ છે, જે 30 નવેમ્બરથી 16 ડિસેમ્બરની વચ્ચે થયુ હતુ. હવે મતગણતરી આગામી 23 ડિસેમ્બરે યોજાવવાની છે.