નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર ખેડૂતોને અડધી કિંમતમાં ટ્રેક્ટર ઉપલબ્દ કરાવી રહી છે? વાયરલ અહેવાલ અનુસાર, સરકાર પીએમ કિસાન ટ્રેક્ટર યોજના (PM Kisan Tractor Yojana)અંતર્ગત ખેડૂતોને અડધી કિંમતમાં ટ્રેક્ટર આપવામાં આવી રહ્યા છે. જાહેરાત અનુસાર, સરકાર પ્રધાનમંત્રી કિસાન ટ્રેક્ટર યોજના અંતર્ગત 5 લાખ રૂપિયા આપી રહી છે. ભારત સરકરના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પીઆઈબી ફેક્ટ ચેક (PIB Fact Check)એ અડધી કિંમતમાં ટ્રેક્ટર આપવાના દાવાને ફેક ગણાવતા કહ્યું કે, આ જાહેરાત ખોટી છે. કેન્દ્ર સરકારની આવી કોઈ યોજના નથી.


નકલી જાહેરાતમાં દાવો કરવામાં આવ્યો છે કે, પ્રધાનમંત્રી કિસાન ટ્રેક્ટર યોજના અંતર્ગત સરકાર 5 લાખ રૂપિયા આપી રહી છે. જાહેરાતમાં આ યોજનાના લાભ લેવા માટે યોગ્યતાના માપદંડો અને અરજી વિશે પૂરી જાણકારીનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, પીઆઈબી ફેક્ટ ચેકે તેને ફેક જાહેરાત ગણાવી છે.