નવી દિલ્હી: રાષ્ટ્રીય કૉંગ્રેસ પાર્ટી( એનસીપી) પ્રમુખ શરદ પવારના દિલ્હી સ્થિત આવાસ પરથી કેન્દ્ર સરકારે સુરક્ષા હટાવી દીધી છે. તેને લઈ એનસીપીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. એનસીપીએ તેને બદલાની રાજનીતિ ગણાવી છે.


મહારાષ્ટ્રના મંત્રી અને એનસીપીના મુખ્ય પ્રવક્તા નવાબ મલિકે કહ્યું કે, આ પ્રકારના પગલા લઈને પાર્ટીના નેતાઓને ડરાવી નહીં શકે. તેમણે કહ્યું વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ પાર્ટીની લડાઈ ચાલુ રહેશે. મલિકે કહ્યું કે રાજ્યસભા સભ્ય તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી પવારને રાષ્ટ્રીય રાજધાનીમાં વાય શ્રેણીની સુરક્ષા આપવામાં આવી હતી.

તેમણે જણાવ્યું કે 6 જનપથ સ્થિત પવારના આવાસ પર સુરક્ષા કર્મીઓએ 20 જાન્યુઆરી બાદ ઘરનું રિપોર્ટ કરવાનું બંધ કરી દીધું છે અને સરકારે આ અંગે અગાઉથી કોઈ જાણકારી આપી નહોતી. આ એક પ્રકારની બદલાની રાજનીતિ છે.

એનસીપી નેતા જયંત પાટીલે પણ ભાજપની નિંદા કરી છે અને કેન્દ્રના આ નિર્ણયને મહારાષ્ટ્રમાં ભાજપની હાર સાથે જોડી દીધો છે. તેમણે ક્યું કે મહારાષ્ટ્રમાં સત્તા બદલાવાની વાતને ભાજપે મન પર લઈ લીધી છે. પાટિલે ટ્વિટ કરીને કહ્યું કે, આ લોકતંત્ર માટે હાનિકારક છે.