નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે કોરોના સંક્રમણની વચ્ચે એક મોટો ફેંસલો લીધો છે, સરકારે ફેંસલો લીધો છે કે તે કૉવિડ-19ના કારણે હવે 31 માર્ચ 2021 સુધી કોઇપણ નવી યોજનાની શરૂઆત નહીં કરે. એટલે કે આગામી એક વર્ષ સુધી સરકાર કોઇપણ નવી યોજનાની જાહેરાત નહીં કરે.


સરકાર દ્વારા માત્ર ગરીબ કલ્યાણ યોજના કે આત્મનિર્ભર યોજના અભિયાન અંતર્ગત જાહેર કરાયેલા વિશેષ પેકેજના ઉપરાંત કોઇપણ નવી સ્કીમની જાહેરાત હવે નહીં કરાય. સરકારે આ નિર્ણય કોરોના સંકટના કારણે ઉભી થયેલી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને લીધો છે.

કેન્દ્ર સરકાર અનુસાર નવી યોજના-ઉપયોજના ચાહે તે એસએફસી પ્રસ્તાવો કે મંત્રાલયો અંતર્ગત કે ઇએફસીના માધ્યમથી 2020-21માં નહીં શરૂ કરવામાં આવે. પીએમ ગરીબ કલ્યાણ પેકેજ, આત્મનિર્ભર ભારત અભિયાન પેકેજ અને કોઇ અન્ય વિશેષ પેકેજ અંતર્ગત જાહેર પ્રસ્તાવને છોડીને કોઇપણ નવી યોજનાને શરૂ નહીં કરવામાં આવે.

નાણા મંત્રાલયે, આ પ્રકારની યોજના માટે એપ્રેન્ટિસની મંજૂરી આ નાણા વર્ષમાં નહીં આપે. પહેલાથી જ સ્વીકૃત કે અનુમોદિત નવી યોજનાઓની શરૂઆત પણ 31, 2021 સુધી કે આગળના આદેશ સુધી કે એક વર્ષ માટે સ્થગિત રહેશે.

આ નિર્ણય પહેલાથી જ સરકાર લઇ ચૂકી હતી કે જુની યોજનાઓને પુરી કર્યા બાદ જ નવી યોજનાઓને શરૂ કરવામાં આવશે, હવે કૉવિડ-19ના કારણે આ ફેંસલાને વધુ કડકાઇથી લાગુ કરવામાં આવી રહ્યો છે.