નવી દિલ્હી: નિવાસી શાળા અને હોસ્ટેલના નામ બદલવાને લઈને કેંદ્ર સરકારનો મોટો નિર્ણય જાહેર કર્યો છે. હવે નિવાસી શાળાનું નામ સુભાષ ચંદ્ર બોઝ રેસિ઼ડેંશિયલ સ્કૂલ રાખવામાં આવશે. નવી રાષ્ટ્રીય શિક્ષા નિતિ હેઠળ દેશની તમામ 383 નિવાસી શાળા અને 680 હોસ્ટેલના નામ બદલવાનો શિક્ષણ વિભાગે નિર્ણય લેવાયો છે.


શિક્ષણ મંત્રાલયે શુક્રવારે નિવાસી શાળા અને છાત્રાલયોનું નામ "નેતાજી સુભાષચંદ્ર બોઝ નિવાસી શાળા" રાખવાનું નક્કી કર્યું છે. રાજ્યો અને કેન્દ્રશાસિત કેન્દ્રોને મંજૂરી આપવામાં આવી છે.

નિયમિત શાળા અભ્યાસક્રમ ઉપરાંત, બાળકોના સર્વાંગી વિકાસ માટેના હસ્તક્ષેપો જેમ કે વિશિષ્ટ કૌશલ તાલીમ, શારીરિક આત્મ-સંરક્ષણ, તબીબી સંભાળ, માસિક સ્ટાઈપેન્ડ પણ બાળકોને ઉપલબ્ધ કરાવવામાં આવે છે.