ઈન્ડિયા ડોટ કોમના રિપોર્ટ પ્રમાણે, મોદી સરકાર ઉજ્જવલા યોજના લાભાર્થીઓ માટે મફત એલપીજી સિલિન્ડરોની જોગવાઈને નાણાકીય વર્ષ 2021-22માં ફરીથી ત્રણ મહિના માટે વધારવાની યોજના બનાવી રહી છે.
ઉજ્જવાલા સબ્સ્ક્રાઇબર્સને ત્રણ મફત એલપીજી સિલિન્ડરો આપવાની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે. 2021-22ના બજેટમાં બે વર્ષમાં ઉજ્જવલા યોજના હેઠળ 10 કરોડ લાભાર્થીઓને ઉમેરવાની જાહેરાત પણ કરવામાં આવી છે.
એક ડિસેમ્બર પહેલા એલપીજી સિલિન્ડરની કિંમત 594 રૂપિયા હતી પરંતુ 1 ડિસેમ્બરે 50 રૂપિયાનો વધારો થયો હતો. ત્યારબાદ અત્યાર સુધીમાં 225 રૂપિયાનો વધારો થયો છે. 16 ફેબ્રુઆરીએ એલપીજીની કિંમત 50 રૂપિયા વધારવામાં આવી હતી અને સિલિન્ડર 694 રૂપિયા થઈ હતી. 4 ફેબ્રુઆરીએ કરવામાં આવેલા ભાવ વધારા બાદ કિંમત 719 રૂપિયા થઈ હતી. 15 ફેબ્રુઆરીએ 769 રૂપિયા થઈ અને 25 ફેબ્રુઆરીએ 25 રૂપિયા કિંમત વધતા 769 રૂપિયાથી વધીને 794 રૂપિયા કિંમત થઈ હતી.
IPLની સૌથી મહત્વની આ ચાર મેચો રમાશે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં, જાણો કાર્યક્રમ