આ રીતે થઈ હતી મુલાકાત
પીડિતા અને આરોપીની મુલાકાત 2017માં હૈદરાબાદમાં શૂટિંગ વખતે થઈ હતી. આ પહેલા મહિલાએ એક મેટ્રોમોનિયલ વેબસાઇટ પરથી આરોપીનો નંબર લીધો હતો. આરોપીએ પીડિત એક્ટ્રેસને લગ્નની લાલચ આપી રિસોર્ટ સહિત અનેક જગ્યાએ લઇ જઇ દુષ્કર્મ કર્યુ હતું. આ અંગે ન્યૂઝ એજન્સીએ એનઆઈએ ટ્વીટ કરીને માહિતી આપી હતી.
એએનઆઈએ ટ્વીટમાં લખ્યું, મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં એક ટીવી એક્ટ્રેસ એફઆઈઆર નોંધાવી છે. તેને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. પોલીસે આ મામલે આઈપીસીની વિવિધ કલમો અંતર્ગત કેસ નોંધ્યો છે.
સૂત્રોના જણવાયા મુજબ, ટીવી એક્ટ્રેસ અને બિઝનેસમેન છેલ્લા ચાર વર્ષથી એકબીજાના પરિયચમાં હતા. આરોપીની ઓળખ વિજય નાયડૂ તરીકે થઈ છે. આરોપી તેને અનેક વખત મળવા માટે મુંબઈ આવ્યો હતો. પીડિતાએ તેના નિવેદનમાં જણાવ્યું કે, તેણે અનેક વખત મારા પર દુષ્કર્મ કર્યુ હતું. મેં તેને માર્ચ 2018માં લગ્ન માટે કહ્યું હતું અને તે સમયે તેણે મને એન્ગેજમેંટ રિંગ પણ પહેરાવી હતી તથા લગ્નનો વાયદો કર્યો હતો. જે બાદ તેણે મને અંધેરીની એક હોટલમાં બોલાવી હતી અને હોટલના રૂમમાં રેપ કર્યો હતો.
પીડિતાના કહેવા મુજબ, નવેમ્બર 2019માં હું વર્સોવમાં શૂટિંગ કરતી હતી ત્યારે તેણે મને ફોન કરીને ગોરેગાંવ ઈસ્ટની આરે કોલોનીની રોયલ પામ હોટલમાં બોલાવી હતી. મેં મળવા જવાના ઈન્કાર કર્યો તો તેણે ધમકી આપી હતી. જે બાદ હું ત્યાં ગઈ ત્યારે તેણે અકુદરતી સેક્સ કર્યુ હતું. માનવતા નેવે મૂકીને તેણે કરેલા આ કૃત્ય બાદ મેં તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. જે બાદ તેણે 15 લાખની માંગણી કરી હતી અને મારા અંગત ફોટોગ્રાફને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હતી.
તેણે એવો પણ આરોપ લગાવ્યો કે જ્યારે હું મધ્યપ્રદેશમાં શિંગ કરતી હતી ત્યારે વીડિયો કોલ કરીને માનસિક હેરાન પણ કરતો હતો. અહીંથી શૂટિંગ કરીને મુંબઈ પરત ફરી ત્યારે તેણે રૂપિયાની માંગણી કરી હતી.