નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસને કારણે સ્થિતિ સતત બગડી રહી છે. અહીં દર્દીની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેનેજોતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે ઉત્તર બ્લોક કાર્યાલયમાં એક સર્વપક્ષીય બેઠક પણ કરી. ત્યાર બાદ શાહે અજાનક LNJP (લોક નાયક જય પ્રકાશ) હોસ્પિટલની મુલાકાત લીધી. અહીં તેમણે હોસ્પિટલના મોટા ડોક્ટરો અને પદાધિકારીઓ સાથે બેઠક કરી કોરોના દર્દીને લઈને હોસ્પિટલમાં સુવિધાઓની સમીક્ષા કરી.


હોસ્પિટલની મુલાકાત કર્યા બાદ શાહે દિલ્હીના મુખ્ય સચિવને અહીં તમામ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં સીસીટીવી કેમેરા લગાવવા અનેદર્દીને કોઈપણ મુશ્કેલી વગર ખાદ્ય સામગ્રી ઉપલબ્ધ કરાવવાનો આદેશ આપ્યો.


ભારત કોરોના સામે સંકલ્પબદ્ધ અને સામૂહિત રીતે લડી રહ્યું છે- શાહ

ત્યાર બાદ શાહે પીએમ મોદીના નેવૃત્વમાં ભારત કોરોના વાયરસ સામે સંકલ્પબદ્ધ અને સામૂહિક રીતે લડી રહ્યું છે. કેન્દ્ર સરકાર જરૂરિયાતમંદ લોકોની મદદ કરવામાં કોઈ કસર નહીં રાખે.

ગૃહ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, ‘ગૃહ મંત્રીએ દિલ્હીના મુખ્ય સચિવને નિર્દેશ આપ્યા છે કે તે દરેક કોવિડ-19 હોસ્પિટલના વોર્ડમાં સીસીટીવી કેમેરા લગાવે. જેથી સારી રીતે ધ્યાન રાખી શકાય અને દર્દીની સમસ્યાઓનું સમાધાન કરી શકાય. તેમણે મુખ્ય સવિચને વૈકલ્પિક કેન્ટીન બનાવવાના પણ નિર્દેશ આપ્યા, જેથી દર્દીઓને કોઈપણ મુશ્કેલી વગર ખાવાનું મળી રહે.’

દિલ્હીમાં કોરોનાથી બગડતી સ્થિતિ અને તેના પર સુપ્રીમ કોર્ટના કડક વલણ બાદ અમિત શાહે દિલ્હીમાં કોરોના વિરૂદ્ધની લડાઈમાં કમાન પોતાના હાથમાં લઈ લીધી છે. શાહે સોમવારે દિલ્હીની સ્થિતિ પર એક સર્વપક્ષીય બેઠક પણ કરી હતી. તેમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અનિલ ચૌધરી, ભાજપના પ્રદેશ અધ્યક્ષ આદેશ કુમાર ગુપ્તા અને આપના અનેક સીનિયર નેતા પણ હાજ રહ્યા. બેઠકમાં કોરોનાના ટેસ્ટિંગ વધારવા પર સહમતિ બની. આદેશ ગુપ્તાએ જણાવ્યું કે, ગૃહમંત્રીએ કહ્યું કે, દિલ્હીમાં 20 જૂનથી દરરોજ દિલ્હી સરકાર 18 હજાર કોરોના ટેસ્ટ કરશે.