સરકારી સૂત્રોના મતે કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે 4.07 કરોડ ગરીબ મહિલાઓના જનધન એકાઉન્ટમાં 500-500 રૂપિયાનો પ્રથમ હપ્તો જમા કરાવ્યો છે. સરકારે બેન્કોને આદેશ આપ્યો છે કે આ યોજના હેઠળ કોઇ પણ લાભાર્થી બાકી ના રહી જાય. આ રકમ નવ એપ્રિલ સુધી મહિલાઓના એકાઉન્ટમાં પહોંચશે.
નોંધનીય છે કે 21 દિવસના લોકડાઉનને જોતા નાણામંત્રી નિર્મલા સીતારમણે 26 માર્ચના રોજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની જાહેરાત કરી હતી. તે સિવાય ઉજ્જવલા યોજના હેઠળ ત્રણ સિલિન્ડરની ખરીદી માટે કેન્દ્ર સરકારે 5000 કરોડ રૂપિયાનું ફંડ આઠ કરોડ ગરીબ પરિવારોના લિંક એકાઉન્ટમાં જમા કરાવ્યું છે.