ગુવાહાટી: કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે કેંદ્ર પૂર્વોત્તરને વિશેષ દરજ્જો આપતા અનુચ્છેદ 371 સાથે કોઈ ચેડા નહી કરે. આ અનુચ્છેદ આસામની સાથે પૂર્વોત્તરના તમામ રાજ્યોને વિશેષ દરજ્જો આપે છે.


ઉત્તર પૂર્વી પરિષદની 68મી પૂર્ણકાલિન બેઠકને સંબોધતા ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવાયા બાદ અહીંના લોકોને ડર હતો કે અનુચ્છેદ 371 પણ હટાવવામાં આવશે. હું તમામ લોકોને વિશ્વાસ અપાવું છું કે અનુચ્છેદ 371 સાથે કોઈ ચેડા કરવામાં નહિ આવે.

અમિત શાહે કહ્યું, મે સંસદમાં સ્પષ્ટ કર્યું છે કે એવું નહી થાય અને હું આજે પૂર્વોત્તરના આઠ મુખ્યમંત્રીઓની હાજરીમાં ફરીથી કહી રહ્યો છું કે કેંદ્ર અનુચ્છેદ 371 સાથે કોઈ ચેડા નહી કરે.