રિપોર્ટ પ્રમાણે, દિલ્હીના સફદરગંજ વિસ્તારમાં તાપમાનનો પારો ગગડીને એકદમ નીચે આવી ગયો છે. તાપમાન 2.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ છે. આ સાથે દિલ્હીમાં ઠંડુનુ મોજુ ફરી વળ્યુ છે. ઠંડીના કારણે ટ્રેનો અને વાહનવ્યવહાર ખોરવાયો છે.
દિલ્હીમાં બુધવારે પણ ઠંડીનો કહેર ચાલુ છે. આજે લઘુત્તમ તાપમાન સામાન્યથી પાંચ ડિગ્રી ઘટીને 2.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, ધૂમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી જતાં 29 ટ્રેનો નિર્ધારીત સમય કરતાં 2 થી લઈને 9 કલાક સુધી મોડી દોડી રહી છે.
હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, ન્યૂનતમ તાપમાન સામાન્યથી પાંચ ડિગ્રી ઘટીને 2.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આગામી થોડા દિવસો સુધી આકાશમાં આંશિક વાદળો છવાયેલા રહેશે અને હળવો ધૂમ્મસ રહેશે. મહત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ આપપાસ રહેવાની સંભાવના છે.
30 ડિસેમ્બર 2019 એ તોડ્યો 119 વર્ષ જૂનો રેકોર્ડ
રાજધાની દિલ્હીમાં ઠંડીએ 30 ડિસેમ્બરના રોજ 119 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. દિલ્હીમાં 1901 બાદ 30 ડિસેમ્બર, સોમવારનો દિવસ સૌથી ઠંડો રહ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, સોમવારે સાંજે 5.30 કલાકે દિલ્હીનું મહત્તમ તાપમાન 9.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ પહેલા 1901માં ડિસેમ્બર મહિનામાં 11.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રિઝનલ વેધર ફોરકાસ્ટિંગ સેન્ટરના પ્રમુખ કુલદીપ શ્રીવાસ્તવે જણાવ્યું, આજે તાપમાન વર્ષના દિવસોમાં રહેતું સામાન્ય તાપમાનથી પણ અડધું છે. આજે ડિસેમ્બર મહિનાનો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે.