વાસ્તવમા કેરલ સરકારે પોતાના ઓર્ડર નંબર 78/2020 / GAD તારીખ 17.04.2020ને રદ કરી દીધો છે અને લોકડાઉનમાં છૂટ માટે સંશોધિત ગાઇડલાઇન જાહેર કરી દીધી હતી. છે. આ ગાઇડલાઇનમાં કેરલ સરકારે એ ગતિવિધિઓમાં છૂટ આપી છે જે 15 એપ્રિલના રોજ જાહેર કરાયેલી ગૃહ મંત્રાલયની ગાઇડલાઇનમાં પ્રતિબંધિત છે.
કેરલ સરકાર તરફથી સ્થાનિક કાર્યશાળાઓ ખોલવા, હેર સલૂન, રેસ્ટોરન્ટ, બુકસ્ટોર, નગરપાલિકાની સરહદમાં નાના અને મધ્યમ ઉદ્યોગો, નાના અંતરમાં શહેરો અને તાલુકાઓમાં બસ યાત્રા, ફોર વ્હીકલ્સમાં પાછળની સીટ પર બે મુસાફરો સહિત અનેક છૂટ આપવાની જાહેરાત કરી છે. જ્યારે કેન્દ્ર સરકારની ગાઇડલાઇનમાં આ તમામ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ગૃહ મંત્રાલયે ગાઇડલાઇનનો ભંગ બદલ કેરલ સરકારને પત્ર લખ્યો છે. કેન્દ્ર સરકારે કેરલ સરકારને પૂછ્યું છે કે ગાઇડલાઇન્સમાં છૂટનો વિસ્તાર કેમ કરવામાં આવ્યો છે. કેરલ સરકાર તરફથી જવાબ મળ્યા બાદ કેન્દ્ર સરકાર આગળની કાર્યવાહી કરશે.