Chamoli Accident: ઉત્તરાખંડના ચમોલીમાં એક ભયાનક માર્ગ અકસ્માતના સમાચાર છે. અહીં શુક્રવારે એક વાહન 700 મીટર ઊંડી ખીણમાં પડી ગયું હતું, જેમાં વાહનના પૂરચા ઉડી ગયા હતા અને તેમાં સવાર મોટાભાગના લોકોના મોત નીપજ્યા હતા. જિલ્લાના જોશીમઠ બ્લોકમાં બોલેરો મેક્સ અચાનક ઊંડી ખીણમાં ખાબકી હતી, જેમાં 11થી વધુ લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ બોલેરો મેક્સ કારમાં 16 લોકો સવાર હતા.


ઘટનાની માહિતી મળતા જ પોલીસ અધિક્ષક અને જિલ્લા મેજિસ્ટ્રેટ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. દરમિયાન એસડીઆરએફને પણ જાણ કરવામાં આવી હતી કે જેની ટીમ રાહત કામગીરીમાં વ્યસ્ત છે. જેમાં બે લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે. અકસ્માતનો ભોગ બનનાર બોલેરો મેક્સ વાહન UK 076453 વાહન નંબર છે.


એસડીઆરએફના પ્રવક્તાનું નિવેદન


અકસ્માત અંગે SDRF દ્વારા નિવેદન જારી કરવામાં આવ્યું છે. SDRF પ્રવક્તાએ કહ્યું, "ચમોલીના પલ્લા જાખોલ ગામમાં દુમકા રોડ પર એક વાહન 500-700 મીટર ઊંડી ખીણમાં પડી ગયું, જેમાં 12-13 લોકો સવાર હતા. બચાવ કામગીરી ચાલુ છે. પોસ્ટ પાંડુકેશ્વરથી અન્ય SDRF ટીમ મોકલવામાં આવી છે.


ભારતે અવકાશની દુનિયામાં રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી દેશનું પ્રથમ ખાનગી રોકેટ Vikram-S સફળતાપૂર્વક લોન્ચ


આજે ભારત અવકાશમાં એક નવા યુગની શરૂઆત કરવા જઈ રહ્યું છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ દેશનું પ્રથમ પ્રાઈવેટ રોકેટ 'વિક્રમ-S' લોન્ચ કર્યું છે. આ રોકેટ (વિક્રમ-એસ) હૈદરાબાદ સ્થિત સ્કાયરૂટ એરોસ્પેસ (Skyroot Aerospace) કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે. વિક્રમ-એસને આજે (શુક્રવારે) શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મિશનને 'પ્રરંભ' નામ આપવામાં આવ્યું હતું. આનાથી દેશના અવકાશ ઉદ્યોગમાં ખાનગી ક્ષેત્રના પ્રવેશને પણ નવી ઊંચાઈ મળશે.


રોકેટનું નામ 'વિક્રમ-એસ' ભારતના મહાન વૈજ્ઞાનિક અને ઈસરોના સ્થાપક ડૉ.વિક્રમ સારાભાઈના નામ પરથી રાખવામાં આવ્યું છે. ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર (IN-SPACE)ના ચેરમેન પવન ગોએન્કાએ જણાવ્યું હતું કે ભારતમાં ખાનગી ક્ષેત્ર માટે આ એક મોટી છલાંગ છે. તેમણે સ્કાયરૂટને રોકેટ લોન્ચ કરવા માટે અધિકૃત પ્રથમ ભારતીય કંપની બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે. કેન્દ્રીય કર્મચારી રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે ભારત ISROની માર્ગદર્શિકા હેઠળ શ્રીહરિકોટાથી 'સ્કાયરૂટ એરોસ્પેસ' દ્વારા વિકસિત પ્રથમ ખાનગી રોકેટ લોન્ચ કરીને ઇતિહાસ રચવા જઈ રહ્યું છે.