ચંદીગઢ: કોરોના વાયરસના વધી રહેલા સંક્રણને લઈને દેશના ઘણા રાજ્યો ફરી એક વખત લોકડાઉન લાગુ કરી રહ્યા છે. પંજાબ અને હરિયાણા બાદ કેંદ્ર શાસિત પ્રદેશ ચંદીગઢમાં પણ વીકેન્ડ લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.


ચંદીગઢ પ્રશાસન તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ, ચંદીગઢમાં હવેથી દર શનિવાર અને રવિવાર તમામ દુકાનો અને ઓફિસો બંધ રહેશે. માત્ર જરૂરિયાતની વસ્તુઓ સાથે જોડાયેલી દુકાનોને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. ચંદીગઢ પ્રસાશન અનુસાર આ વ્યવસ્થા આગામી આદેશ સુધી લાગુ રહેશે.

પંજાબ સરકારે નાઈટ કર્ફ્યૂ સાથે દરેક શનિવાર અને રવિવારે લોકડાઉનની જાહેરાત કરી હતી. પંજાબ બાદ હરિયાણાએ પણ શુક્રવારે કોરોનાના વધી રહેલા સંક્રમણને કારણે વીકેન્ડ લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય કર્યો હતો. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજે જણાવ્યું કે હરિયાણામાં હવે દરેક શનિવાર અને રવિવાર તમામ દુકાનોને બંધ રાખવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે યૂપીમાં પણ પહેલાથી જ દર શનિવાર અને રવિવાર વીકેન્ડ લોકડાઉન લાગુ છે. કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને લઈને યોગી સરકારે આ નિર્ણય કર્યો હતો.