નવી દિલ્હી: પૂર્વ નાણા સચિવ રાજીવ કુમારને આગામી ચૂંટણી કમિશનર નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ 1 સપ્ટેમ્બરથી પોતાનો પદભાર સંભાળશે. 1984 બેંચના ઝારખંડ કેડરના આઈએએસ અધિકારી રાજીવ કુમાર હવે અશોક લવાસાની જગ્યા લેશે. ઉલ્લેખનીય છે કે લવાસાએ હાલમાં જ ચૂંટણી કમિશનર પદ પરથી રાજીનામું આપ્યું છે. લવાસા 31 ઓગસ્ટ સુધી પોતાના પદ પર રહેશે. લવાસા ટૂંક સમયમાં ADB બેંકના ઉપાધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળશે.




કાયદા અને ન્યાય મંત્રાલયની એક અધિસૂચના મુજબ, સંવિધાનના અનુચ્છેદ 324 ના ખંડ(2) અનુસાર રાષ્ટ્રપતિએ રાજીવ કુમાર (સેવાનિવૃત આઈએએસ)ને ચૂંટણી કમિશનર પદ પર નિયુક્ત કર્યા છે.

ઉલ્લેખનીય છે કે રાજીવ કુમારને ગત વર્ષે જુલાઈમાં નાણા સચિવ બનાવવામાં આવ્યા હતા. આ વર્ષે ફેબ્રુઆરીમાં તેઓ નાણા સચિવ પદ પરથી નિવૃત થયા હતા. રાજીવ કુમારને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની મહત્વકાંક્ષી પ્રધાનમંત્રી જન ધન યોજના અને મુદ્દા ઋણ યોજના જેવી પ્રમુખ યોજનામાં મુખ્ય ભૂમિકા નિભાવવા માટે જાણીતા છે.