નવી દિલ્હી: ભીમ આર્મી ચીફ ચન્દ્રશેખર આઝાદે આરએસએસ પર નિશાન સાધ્યું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, 22 ફેબ્રુઆરીએ નાગપુરના રેશમબાગ સ્થિત આરએસએસની હેડ ઑફિસ સામે તિરંગો ફરકાવશે. તેમણે કહ્યું નાગપુરમાં જનસભા કરવાની મંજૂરી હાઈકોર્ટ તરફથી મળી ગઈ છે.

ચંદ્રશેખરે ટ્વીટ કરીને લખ્યું કે, “આવતીકાલે બે વાગ્યે રેશમબાગ નાગપુર આવી રહ્યો છું. નકલી રાષ્ટ્રવાદીઓના સંગઠન આરએસએસ જેઓએ આજ સુધી તિરંગાને સન્માન નથી આપ્યું, કાલે આપણે તેમના હેડક્વાર્ટર સામે તિરંગો ફરકાવીશું. કાલે તમામ સાથીઓ રેશમબાગમાં તિરંગો લઈને પહોંચજો અને બતાવી દેજો કે, તેમના ભગવા પર આપણો તિરંગો ભારે છે. ”


અન્ય એક ટ્વિટમાં લખ્યું કે, 22 ફેબ્રુઆરીએ મહારાષ્ટ્ર હાઈકોર્ટે નાગપુરમાં જનસભા કરવાની મંજૂરી આપી દીધી છે. આવતીકાલે 2 થી 5 વાગ્યા સુધી રેશમબાગ નાગપુરમાં જનસભા થશે.


છેલ્લા કેટલાક સમયથી સીએએના મુદ્દાને લઈ ચન્દ્રશેખરે ભાજપ પર નિશાન સાધ્યુ છે. સાથે ચંદ્રશેખરે 23 ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન પણ આપ્યું છે.