Chandrababu Naidu Oath Ceremony: તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના વડા એન ચંદ્રબાબુ નાયડુ બુધવારે ચોથી વખત આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય પ્રધાનો જેપી નડ્ડા અને બંડી સંજય કુમાર સહિત અન્ય ઘણા નેતાઓ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. અમિત શાહ અને જેપી નડ્ડા મંગળવારે સાંજે જ આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે હૈદરાબાદ પહોંચી ગયા છે.


અગાઉ મંગળવારે ટીડીપી અને એનડીએના ધારાસભ્યોએ નાયડુને તેમના નેતા તરીકે પસંદ કર્યા હતા. આ પછી, NDA નેતાઓની વિનંતીને પગલે રાજ્યપાલ એસ અબ્દુલ નઝીરે મંગળવારે નાયડુને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું. બાદમાં નાયડુ અહીં રાજભવનમાં નઝીરને મળ્યા હતા.


પવન કલ્યાણ ડેપ્યુટી સીએમ બનવાની ખાતરી છે


ચંદ્રાબાબુ નાયડુ 11.27 વાગ્યે વિજયવાડાની બહારના વિસ્તાર કેસરપલ્લીમાં ગન્નાવરમ એરપોર્ટની સામે મેધા આઈટી પાર્ક પાસે શપથ લેશે. નાયડુની સાથે અન્ય નેતાઓ પણ શપથ લે તેવી શક્યતા છે, જેમાં જનસેના પ્રમુખ પવન કલ્યાણ અને તેના વરિષ્ઠ નેતા એન. મનોહર, નાયડુના પુત્ર નારા લોકેશ અને ટીડીપી આંધ્રપ્રદેશના નેતા અચેન નાયડુ હાજરી આપી શકે છે. પવન કલ્યાણ ડેપ્યુટી સીએમ બનશે તે નિશ્ચિત માનવામાં આવે છે.


આંધ્રપ્રદેશ વિધાનસભામાં 175 સીટો છે. આ મુજબ કેબિનેટમાં સીએમ સહિત 26 મંત્રીઓ હોઈ શકે છે. જો કે નાયડુ સહિત 25 મંત્રીઓ શપથ લે તેવી શક્યતા છે. નાયડુ 28 વર્ષની વયે પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. તેઓ 30 વર્ષની વયે મંત્રી બન્યા હતા. તેઓ 45 વર્ષની વયે પ્રથમ વખત અને હવે 74 વર્ષની વયે ચોથી વખત સીએમ બનવા જઈ રહ્યા છે.


સંભવિત મંત્રીઓની યાદી


ચંદ્રબાબુ નાયડુ


પવન કલ્યાણ (JSP)


કિંજરાપુ અચેન્નાયડુ


કોલ્લુ રવિન્દ્ર


નડેન્દલા મનોહર (JSP)


પી નારાયણ


વાંગલપુડી અનિતા


સત્યકુમાર યાદવ (ભાજપ)


નિમ્માલા રામનાયડુ


NMD ફારૂક


અનમ રામનારાયણ રેડ્ડી


પાયવુલા કેશવ


અગ્નિ સત્યપ્રસાદ


કોલુસુ પાર્થસારધિ


ડોલા બલવીરંજનેયસ્વામી


ગોટીપતિ રવિ


કંદુલા દુર્ગેશ (JSP)


ગુમ્માડી સંધ્યારાણી


બીસી જનાર્થન રેડ્ડી


ટીજી ભરત


એસ સવિતા


વસમશેટ્ટી સુભાષ


કોંડાપલ્લી શ્રીનિવાસ


રામ પ્રસાદ રેડ્ડી


નારા લોકેશ