આવનાર 2 દિવસો સુધી ચંદ્રયાન-2 આ ઓર્બિટમાં ચંદ્રનું ચક્કર લગાવતું રહેશે. બાદમાં 1 સપ્ટેમ્બરે સાંજે 6થી 7 વાગ્યાની વચ્ચે ચંદ્રયાન-2ની પાંચમી કક્ષામાં નાંખવામાં આવશે. ત્યારે તે ચંદ્રની ચારેય તરફ 114 કિમી ની એપોજી અને 128ની કિમીની પેરીજીમાં ચક્કર લગાવશે.
7 સપ્ટેમ્બરે ચંદ્રયાન-2 પોતાના પૂર્વજ ચંદ્રયાન-1 થી આગળ નીકળી જશે. ચંદ્રયાન-1 ઓર્બિટર ચંદ્રની ચારેય તરફ 100 કિમીની કક્ષામાં ચક્કર લગાવતું હતું. આ વખતે ચંદ્રયાન-2નું ઓર્બિટર પણ આ કક્ષામાં ચક્કર લગાવશે. પરંતુ વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર લેન્ડ કરશે. અહીં પર ચંદ્રયાન-2 પોતાના પૂર્વજથી આગળ નીકળી જશે.