નવી દિલ્હી: ચંદ્રયાન 2 મિશનને લઈ મોટા સમાચાર મળ્યા છે. ચંદ્રયાન ઑર્બિટર દ્વારા લેન્ડર વિક્રમનું લોકેશનની મળી આવ્યું છે. ઈસરોના પ્રમુખ કે સિવને જણાવ્યું કે, “અમને ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરનું લોકેશન મળી આવ્યું છે, ઑર્બિટરે લેન્ડરની થર્મલ તસ્વીર મોકલાવી છે પરંતુ હજું પણ કોઈપણ પ્રકારનો સંપર્ક થઈ શક્યો નથી. અમે સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.” ઉલ્લેખનીય છે કે ચંદ્રયાન-2નું લેન્ડર વિક્રમનો ચંદ્રની સપાટી તરફ આવતી વખતે 2.1 કિલોમીટરની ઉંચાઈ પર જમીની સ્ટેશન સાથે તેનો સંપર્ક તૂટી ગયો હતો.


હાલમાં 'વિક્રમ' લેન્ડર લેન્ડિગં માટે જે જગ્યા નક્કી થઈ હતી તેનાથી 500 મીટર દુર પડ્યુ છે. ચંદ્રયાન-2ના ઑર્બિટરમાં લાગેલા ઑપ્ટિકલ હાઈ રિઝોલ્યૂશન કેમેરાએ વિક્રમ લેન્ડરની તસવીર લીધી છે.


આ પહેલા સિવને જણાવ્યું હતું કે વિક્રમ લેન્ડરના અંતિમ તબક્કામાં સંપર્ક તૂટી ગયો અને ફરી સંપર્ક સ્થાપિત કરી શકાયો નથી. જો કે આશાના કિરણો હજુ પણ છે અને આગામી 14 દિવસો સુધી અમે વિક્રમ સાથે સંપર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ ચાલુ રાખીશું. ચંદ્રયાન 2 ઓર્બિટર અત્યારે પણ 140 કિમી ઉપર ચંદ્રનો સફળતાપૂર્વક ચક્કર લગાવી રહ્યું છે. ઓર્બિટર ISROને ત્યાંથી વિક્રમ લેન્ડરની તસવીરો મોકલી શકે છે.