ચંદ્રમાની કક્ષામાં પહોંચ્યુ 'ચંદ્રયાન-2', 7મી સપ્ટેમ્બરે ચંદ્રની ધરતી પર ઉતરશે
abpasmita.in | 20 Aug 2019 10:24 AM (IST)
આ ઉપલબ્ધિ ઇસરો માટે ખાસ મહત્વની છે, ચંદ્રયાન-2ને શ્રીહરિકોટાથી લૉન્ચ કરવામાં આવ્યુ હતું
બેગ્લુંરુઃ ભારતે અંતરિક્ષમાં વધુ એક ઐતિહાસિક ઉપલબ્ધિ હાસિલ કરી લીધી છે. ચંદ્રયાન-2 આજે ચંદ્રમાની કક્ષામાં પ્રવેશ કરી ચૂક્યુ છે. ચંદ્રયાને લગભગ 9.30 વાગે ચંદ્રમાની લૉન્ચર ઓર્બિટમાં પ્રવેશ કરી લીધો, ચંદ્રયાન-2 ચંદ્રમાની ધરતી પર 7 સપ્ટેમ્બરે ઉતરશે. આ વાતની જાણકારી ખુદ ઇસરોએ આપી છે. ઇસરોના અધ્યક્ષ સિવને ચંદ્રયાન-2ને ચંદ્રની કક્ષામાં પહોંચવાની પ્રક્રિયા વિશે જણાવ્યું હતુ, તેમને કહ્યું ઘણા પડકારોનો સામનો કર્યો, આ ઉપલબ્ધિ ઇસરો માટે ખાસ મહત્વની છે, ચંદ્રયાન-2ને શ્રીહરિકોટાથી લૉન્ચ કરવામાં આવ્યુ હતું. ચંદ્રયાન-2 ત્રણ ભાગમાં વહેંચાઇ ગયુ છે, પહેલુ ઓર્બિટર છે, જે ચંદ્રની કક્ષામાં રહેશે, બીજુ લેન્ડર છે જેનું નામ વિક્રમ છે જે ચંદ્રની ધરતી પર ઉતરશે અને ત્રીજો ભાગ છે પ્રજ્ઞાન જે રૉવર છે, આ ચંદ્રની ધરતી પર ફરશે.