Chandrayaan 3 Launch Video: આજનો દિવસ ભારતીયો અને ભારતીય વૈજ્ઞાનિકો માટે ઇતિહાસ રચનારો બની ગયો, આજે ભારતે પોતાનું મહત્વકાંક્ષી મિશન મૂન મિશન માટે ચંદ્રયાન 3ને સફળતાપૂર્વક લૉન્ચ કરી દીધુ છે. ભારતે પોતાના મૂન મિશન અંતર્ગત આજે શુક્રવારે (14 જુલાઈ) ચંદ્રયાન-3 લૉન્ચ કરી દીધુ છે. ચંદ્રયાન-3નને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી નિર્ધારિત સમય મુજબ બપોરે 2:35 વાગ્યે લૉન્ચ કરવામાં આવ્યું. હવે આ ચંદ્રયાન-3ના લૉન્ચિંગનો અદભૂત વીડિયો સામે આવ્યો છે.
ISROના વડા એસ સોમનાથે લૉન્ચિંગ પછી કહ્યું- "ભારતને અભિનંદન, ચંદ્રયાન ચંદ્ર પર પોતાની યાત્રા શરૂ કરી ચૂક્યું છે." ઈસરોના જણાવ્યા અનુસાર ચંદ્રયાન 3ને રૉકેટ LVM3-M4થી સફળતાપૂર્વક અલગ કરવામાં આવ્યું છે.
ચંદ્રયાન-3ના લૉન્ચનો વીડિયો -
ઈસરોના અધ્યક્ષ ઉપરાંત ચંદ્રયાન-3 મિશન ડાયરેક્ટર એસ મોહન કુમાર અને પ્રૉજેક્ટ ડિરેક્ટર પી વીરમુથુવેલે પણ આ મહત્વપૂર્ણ ક્ષણે દેશવાસીઓને તેમની સફળતા માટે અભિનંદન પાઠવ્યા છે. આ દરમિયાન સતિષ ધવન સ્પેસ સેન્ટરમાં વૈજ્ઞાનિકો વચ્ચે ખૂબ જ ખુશનુમા વાતાવરણ જોવા મળ્યું હતું. ટોચના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, આ વિશે વિગતવાર માહિતી પછીથી શેર કરવામાં આવશે. આ પ્રસંગે કેન્દ્રમાં પૃથ્વી વિજ્ઞાન મંત્રી જિતેન્દ્ર સિંહ પણ હાજર રહ્યા હતા અને ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા.
--