Chandrayaan-3: ચંદ્રયાન-3 બુધવારે સાંજે 6 વાગ્યાની આસપાસ ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરશે તેવી અપેક્ષા છે. 23 ઓગસ્ટે ભારતના ચંદ્રયાન-3ના સોફ્ટ લેન્ડિંગ પહેલા તેના લેન્ડરમાં લાગેલા કેમેરાએ ચંદ્રની તસવીરો લીધી છે. ISROએ એક નાનો વીડિયો ટ્વીટ કરીને લેન્ડર ઈમેજર કેમેરા 4માંથી લીધેલી તસવીરો જાહેર કરી છે.  PIB દ્વારા એક વીડિયો ટ્વિટ કરવામાં આવ્યો છે, જેમાં 60 સેકંડમાં ચંદ્રયાન 3ના લોન્ચથી લેન્ડ સુધીની સફર બતાવવામાં આવી છે.


14 જુલાઈના રોજ ભારતે આ મિશન લોન્ચ કર્યુ હતું. જો તમામ યોજના મુજબ આગળ વધશે, તો આ સિદ્ધિ ભારતના અવકાશ પ્રયાસો માટે નોંધપાત્ર સીમાચિહ્નરૂપ બની રહેશે. જો ચંદ્રયાન-3નું સફળ ઉતરાણ થશે તો આ સિદ્ધિ મેળવનારો ચોથો દેશ બની જશે.






ચંદ્ર પર કાયમી વસાહતની શોધથી લઈને ચંદ્રની સપાટીની ખનિજ રચનાને સમજવા સુધી, ચંદ્રયાન-3ની સફળતા ખરેખર ભારતના અવકાશ સંશોધન કાર્યક્રમને વેગ આપી શકે છે.


ISRO અનુસાર, ચંદ્રયાન 3 એ ચંદ્રયાન-2 મિશનના ઓર્બિટર સાથે સંચાર જોડાણો સ્થાપિત કર્યા છે જે 2019 થી ચંદ્રની પરિક્રમા કરી રહ્યું છે."લેન્ડર મોડ્યુલ પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થઈ ગયું છે અને બાદમાં 25 કિમી x 134 કિમીની ઉંચાઈએ ચંદ્રની પરિક્રમા પણ કરી રહી છે. પ્રોપલ્શન મોડ્યુલની સિસ્ટમ્સ તપાસવામાં આવી રહી છે અને નિયુક્ત લેન્ડિંગ સાઇટ પર સૂર્યોદયની રાહ જોશે.  


ચંદ્રયાન-3નું ચંદ્રની સપાટી પર લેન્ડિંગનું લાઇવ પ્રસારણ આવતીકાલે સાંજે 5.20 વાગ્યાથી શરૂ કરવામાં આવશે. લેન્ડર (વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન) નો સમાવેશ કરતું લેન્ડર મોડ્યુલ બુધવારે સાંજે 6.45 વાગ્યે ચંદ્રની સપાટીના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રની નજીક લેન્ડીંગ કરે તેવી અપેક્ષા છે. ચંદ્રયાનના લેન્ડરે લગભગ 70 કિલોમીટરનું અંતર કાપ્યું છે.