નવી દિલ્હીઃ ભારતના ચંદ્ર અભિયાન અંતર્ગત ચંદ્રયાન-3ને વર્ષ 2021ની શરૂઆતમાં લૉન્ચ કરવામાં આવવાની સંભાવના છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે રવિવારે આ જાણકારી આપી છે. જોકે ચંદ્રયાન-2ની વિપરીત આમાં ઓર્બિટર નહીં હોય, પરંતુ આમાં એક લેન્ડર અને એક રૉવર હશે.
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ચંદ્રયાન-2ની ચંદ્રમાની ધરતી પર હાર્ડ લેન્ડિંગ બાદ ભારતીય અંતરિક્ષ સંસ્થા ઇસરોએ આ વર્ષના છેલ્લા મહિનાઓ માટે એક અન્ય અભિયાનની યોજના બનાવી હતી, જોકે કોરોના વાયરસ મહામારી અને લૉકડાઉને ઇસરોની કેટલીક પરિયોજનાઓને પ્રભાવિત કરી અને ચંદ્રયાન-3 જેવા અભિયાનમાં મોડુ થયુ હતુ.
સિંહના હવાલાથી આપવામાં આવેલા નિવેદનમા કહેવાયુ કે, જ્યાં સુધી ચંદ્રયાન-3ની વાત છે તો આનુ પ્રક્ષેપણ 2021ની શરૂઆતમાં ગમે ત્યારે થવાની સંભાવના છે. ચંદ્રયાન-3, ચંદ્રયાન-2નુ જ પુનઃ અભિયાન હશે, અને આમાં ચંદ્રયાન-2ની જેમ જ એક લેન્ડર અને એક રૉવર હશે.
ચંદ્રયાન-2ને ગયા વર્ષો 22 જુલાઇએ લૉન્ચ કરવામાં આવ્યુ હતુ, આને ચંદ્રમાની દક્ષિણી ધ્રૂવ પર ઉતરવાની યોજના હતી, પરંતુ લેન્ડર વિક્રમએ સાત સપ્ટેમ્બરે હાર્ડ લેન્ડિંગ કરી અને તે પોતાના પ્રથમ પ્રયાસમાં જ પૃથ્વીના ઉપગ્રહની ધરતીને અડવાનું ભારતના સપનુ તુટી ગયુ હતુ.
2021માં લૉન્ચ કરવામાં આવી શકે છે ચંદ્રયાન-3, અભિયાનમાં ઓર્બિટર સામેલ નહીં કરવાની વાત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Sep 2020 09:27 AM (IST)
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે રવિવારે આ જાણકારી આપી છે. જોકે ચંદ્રયાન-2ની વિપરીત આમાં ઓર્બિટર નહીં હોય, પરંતુ આમાં એક લેન્ડર અને એક રૉવર હશે
- - - - - - - - - Advertisement - - - - - - - - -