નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી સોમવારે સવારે 10.30 વાગ્યા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગર્વનરો અને યુનિવર્સિટીના વીસી સાથે નવી શિક્ષણ નિતી પર ચર્ચા કરશે. તેમણે પોતે ટ્વિટ કરી આ જાણકારી આપી છે.


પીએમ મોદીએ ટ્વિટ કરી કહ્યું, સોમવારે 7 સપ્ટેમ્બરે સવારે 10.30 વાગ્યે, હું રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને તેના પરિવર્તનકારી પ્રભાવ પર રાષ્ટ્રપતિ, રાજ્યપાલો અને કુલપતિઓ સાથે એક સમ્મેલનમાં સામેલ થઈશ. આ સંમ્મેલનમાં થનાર ઉદ્ધાર ભારતના જ્ઞાન કેંદ્ર બનાવવાના આપણા પ્રયાસને મજબૂત કરશે.



ઉલ્લેખનીય છે કે નવી શિક્ષણ નીતિને સ્કૂલ અને ઉચ્ચ શિક્ષા સ્તરમાં મોટા સુધાર માટે લાવવામાં આવી છે. નવી શિક્ષા નીતિ મુજબ, હવે 3 વર્ષથી 18 વર્ષ સુધીના બાળકને શિક્ષા અધિકાર કાયદો 2009 અંદર લાવવામાં આવશે.

નવી શિક્ષણ નીતિમાં સ્ટોરી, રંગમંચ, લેખન, સામૂહિક વાંચવ, ચિત્રોનું ડિસ્પ્લે, ભાષા અને ગણિત પર ભાર આપવામાં આવશે. નવી શિક્ષણ નીતિથી દેશમાં શિક્ષણને બદલાવ કરવામાં આવશે. આનાથી ન માત્ર યુવાઓને શિક્ષણની નવી તક મળશે, પરંતુ રોજગાર મેળવવામાં પણ સરળતા થશે.