Chandrayaan 3 Mission: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ચંદ્રયાન-3 મિશનના પ્રક્ષેપણ માટે તૈયારીઓ કરી લીધી છે. લૉન્ચિંગ પ્રક્રિયાનું 24 કલાકનું લૉન્ચિંગ રિહર્સલ પૂર્ણ થઈ ચૂક્યુ છે. આ મિશનનું કાઉન્ટડાઉન ગુરુવારથી શરૂ થઇ ગયું છે. આ મિશન શુક્રવારે (14 જુલાઈ) બપોરે 2:35 કલાકે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી લૉન્ચ વ્હીકલ માર્ક-III (LVM3)થી શરૂ કરવાની યોજના છે. ISROએ બુધવારે (12 જુલાઈ) ટ્વીટ કર્યું કે, 24 કલાકનું 'લૉન્ચ રિહર્સલ' પૂર્ણ થઈ ગયું છે. ચંદ્રયાન-3 મિશને ચંદ્રયાન-2નું ફૉલો-અપ મિશન છે, જે ચંદ્રની સપાટી પર સુરક્ષિત ઉતરાણ અને ભ્રમણકક્ષાની સંપૂર્ણ ક્ષમતા દર્શાવશે એવી અપેક્ષા છે.


ચંદ્રયાન-3 મિશન દેશ માટે મહત્વનું - 
ચંદ્રયાન-2 મિશન દરમિયાન લેન્ડરના સૉફ્ટ લેન્ડિંગમાં કોઈ સફળતા મળી ન હતી. આ સંદર્ભમાં ચંદ્રયાન-3 મિશનને ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. જો ચંદ્ર પર વાહનનું સૉફ્ટ લેન્ડિંગ એટલે કે વાહનને સુરક્ષિત રીતે લેન્ડ કરવાનું ઈસરોનું આ મિશન સફળ થશે, તો ભારત એ પસંદગીના દેશોની યાદીમાં સામેલ થઈ જશે, જે આ માટે સક્ષમ છે.


ગઇ વખતે ચૂકી ગયુ હતુ સૉફ્ટ લેન્ડિંગથી -
ચંદ્રની સપાટી પર સૉફ્ટ લેન્ડિંગ ઓગસ્ટના અંતમાં સુનિશ્ચિત થયેલું છે. 2019માં ચંદ્રયાન-2 ચંદ્રની સપાટી પર સુરક્ષિત રીતે ઉતરવામાં નિષ્ફળ ગયું. જેના કારણે ઈસરો તેમજ સમગ્ર દેશ નિરાશ થયો હતો.


'ફેટ બૉય' લઇને જશે ચંદ્રયાન-3 -
દેશના મહત્વાકાંક્ષી ચંદ્ર મિશન અંતર્ગત ચંદ્રયાન-3ને 'ફેટ બૉય' LVM-M4 રોકેટ દ્વારા વહન કરવામાં આવશે. સૌથી લાંબુ અને સૌથી ભારે LVM3 રોકેટ (અગાઉ GSLV Mk3 તરીકે ઓળખાતું) તેની ભારે પેલૉડ ક્ષમતાને કારણે ISROના વૈજ્ઞાનિકો દ્વારા તેને ફેટ બૉય પણ કહેવામાં આવે છે. આ ફેટ બૉયએ સતત છ સફળ મિશન પૂર્ણ કર્યા છે. આ વખતે વૈજ્ઞાનિકોએ લેન્ડરને સફળતાપૂર્વક લેન્ડ કરવામાં કોઈ કસર છોડી નથી.


6 પૈડાવાળું રોવર ચંદ્ર પર 14 દિવસ સુધી કામ કરશે


કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે,  ચંદ્રયાન-3 એ ચંદ્રયાન 2નું આગામી મિશન છે, જેનું લક્ષ્ય ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરવાનું અને ત્યાં જમીન પર ચાલવાનું છે. તેમણે કહ્યું કે ચંદ્રયાન-3માં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે, જેથી તે સરળતાથી ચંદ્રની સપાટી પર ઉતરી શકે. ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ બાદ 6 પૈડાવાળું રોવર બહાર આવશે અને 14 દિવસ સુધી ચંદ્ર પર કામ કરી શકશે. તેમણે કહ્યું કે રોવર પરના કેમેરાની મદદથી અમે તસવીરો મેળવી શકીશું.


ચંદ્રયાન -3નો હેતુ



  • ચંદ્રની સપાટી પર સુરક્ષિત લેન્ડિંગ

  • ચંદ્રમા પર રોવરનું ફરવાનું પ્રદર્શન

  • ઇન સીટૂ વૈજ્ઞાનિક પ્રયોગનુ સંચાલન

  • ચંદ્ર -1 કરી હતી ચંદ્ર પર પાણીની શોધ


ચંદ્રની સપાટી પર પાણીની હાજરીની શોધનો શ્રેય ચંદ્રયાન-1ને જાય છે, જે વિશ્વની અવકાશ એજન્સીઓ માટે એક નવી શોધ હતી. જેનાથી નાસા પણ પ્રભાવિત થયું હતું અને તેને તેમના આગળના પ્રયોગો માટે આ ઇનપુટનો ઉપયોગ કર્યો હતો.


ચંદ્રયાન-3 આગલા સ્તર પર કામ કરશે. અવકાશયાન તેના પ્રક્ષેપણ માટે ISRO દ્વારા વિકસિત પ્રક્ષેપણ વાહન માર્ક-III નો ઉપયોગ કરશે. ચંદ્રયાન-3 ના લેન્ડર અને રોવર મોડ્યુલ્સ પણ પેલોડ્સ સાથે કાર્યરત છે, જે વૈજ્ઞાનિક સમુદાયને ચંદ્રની માટી અને ખડકોની રાસાયણિક અને મૂળ રચના સહિત વિવિધ ગુણધર્મો પર ડેટા પ્રદાન કરશે.આ સાથે તેમણે કહ્યું કે, ચંદ્રયાન-3ના પ્રક્ષેપણને લઈને દેશમાં જબરદસ્ત ઉત્સાહ છે.