શહડોલઃ ટામેટાંના સતત વધી રહેલા ભાવની અસર સામાન્ય લોકો પર જ નથી પડી રહી પરંતુ તેની સીધી અસર લોકોના પારિવારિક જીવન પર પણ પડી છે. મધ્યપ્રદેશના શહડોલ જિલ્લાના ધનપુરી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બેમહૌરી ગામના રહેવાસી સંજીવ કુમાર વર્માનું ઘર ટામેટાના કારણે તૂટી ગયું હતું.  સંજીવે પત્નીને પૂછ્યા વિના શાકમાં મોંઘા ટામેટા નાખ્યા હતા. તેનાથી તેની પત્ની એટલી ગુસ્સે થઈ ગઈ કે તે ગુસ્સે થઈને પતિનું ઘર છોડીને ચાલી ગઈ. હવે સંજીવે કસમ ખાધી છે કે તે ફરી ક્યારેય ટામેટાં ખાશે નહીં. આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે અને સંજીવે ધનપુરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને તેની પત્નીને પાછી લાવવા માટે પોલીસની મદદ માંગી છે.


સંજીવ વર્મા એક નાની હોટલ ચલાવે છે. સાથે ટિફિન સર્વિસ પણ ચલાવે છે. બે દિવસ પહેલા તેણે પત્નીને પૂછ્યા વગર ભોજનમાં ટામેટા નાખ્યા હતા. તેની પત્નીને આ વાતની જાણ થતાં જ તે ગુસ્સે થઈ ગઈ હતી. સંજીવની પત્ની એટલી બધી ગુસ્સે થઈ ગઈ તે તેમની નાની દીકરીને લઇને પતિનું ઘર છોડીને ક્યાંક ચાલી ગઈ. પતિ તેની આ ભૂલ માટે પત્નીને આજીજી કરતો રહ્યો, પરંતુ પત્નીએ તેની વાત ન માની અને ઘર છોડીને ક્યાંક ચાલી ગઈ. હવે સંજુને જીવનમાં ટામેટાંનું મહત્વ સમજાયું. તેણે હવે કમસ ખાધી કે તે જીવનમાં ક્યારેય ટામેટાંનો ઉપયોગ નહીં કરે.


આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. સંજીવે ધનપુરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને ટામેટાને કારણે ઘર છોડી ગયેલી પત્નીની શોધમાં પોલીસની મદદ માંગી છે. આ સમગ્ર મામલે ધનપુરી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સંજય જયસ્વાલનું કહેવું છે કે પતિએ ફરિયાદ કરી છે. ટામેટાંના કારણે તેની પત્ની ઘર છોડી ગઈ છે. ફરિયાદમાં પતિએ જણાવ્યું હતું કે શાકમાં ત્રણ ટામેટાં નાખ્યા હતા, જેના કારણે પત્ની ગુસ્સે થઈને ઉમરિયા જિલ્લામાં ચાલી ગઈ હતી. તેની પત્નીનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં તે ઘરે પાછી ફરશે.


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial