Chandrayaan 3 Launch: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ શુક્રવારે (14 જુલાઈ) બપોરે 2.35 કલાકે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી ત્રીજું ચંદ્રયાન મિશન લૉન્ચ કર્યું. આ અદભૂત અને ઐતિહાસિક ઘટનામાં પીએમ મોદી ભલે સામેલ નથી થઇ શક્યા પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સિદ્ધિ પર પોતાની ખુશી વ્યક્ત કરી અને તેને અવકાશની દુનિયામાં એક નવો અધ્યાય ગણાવ્યો છે. 


પીએમ મોદીએ ભારતના ચંદ્રયાન-3ના સક્સેસફૂલ લૉન્ચિંગ પર ભરપુર વાખાણ કર્યા અને બાદમાં આ પ્રસંગને એક નવો અધ્યાય ગણાવ્યો હતો. પીએમ મોદીએ કહ્યું - "ચંદ્રયાન-3 એ ભારતની અવકાશ યાત્રામાં એક નવો અધ્યાય લખ્યો. તે દરેક ભારતીયના સપનાઓ અને મહત્વાકાંક્ષાઓને ઉંચી ઉડાન ભરે છે. આ નોંધપાત્ર સિદ્ધિ આપણા વૈજ્ઞાનિકોના અથાક સમર્પણની સાક્ષી છે. હું તેઓની ભાવના અને પ્રતિભાને સલામ કરું છું!






LVM3M4 રૉકેટ શુક્રવારે ISROના મહત્વાકાંક્ષી 'ચંદ્રયાન-3'ને પૃથ્વીના એકમાત્ર ઉપગ્રહ ચંદ્રની સફર પર લઈ ગયો. આ રૉકેટને પહેલા GSLVMK3 કહેવામાં આવતું હતું. અવકાશ વિજ્ઞાનીઓ ભારે સાધનો વહન કરવાની ક્ષમતાને કારણે તેને 'ફેટ બોય' પણ કહે છે. જો બધું બરાબર રહ્યું તો ઓગસ્ટના અંત સુધીમાં તે ચંદ્ર પર ઉતરશે. 


શું બોલ્યા ઇસરોના ચીફ ? 
ઈસરોના ચીફ એસ સોમનાથે કહ્યું કે ચંદ્રયાન-3 એ ચંદ્ર તરફ આગળ વધવાની સફર શરૂ કરી દીધી છે. LVM-3M4 રૉકેટે 'ચંદ્રયાન-3'ને યોગ્ય ભ્રમણકક્ષામાં મૂક્યું છે.


ભારતના આ ત્રીજા ચંદ્ર મિશનમાં પણ અવકાશ વૈજ્ઞાનિકોએ ચંદ્રની સપાટી પર લેન્ડરનું 'સૉફ્ટ લેન્ડિંગ' કરવાનું લક્ષ્ય રાખ્યું છે. 'ચંદ્રયાન-2' મિશન દરમિયાન અંતિમ ક્ષણોમાં લેન્ડર 'વિક્રમ' પાથના વિચલનને કારણે 'સૉફ્ટ લેન્ડિંગ' કરી શક્યું ન હતું. જો આ મિશન સફળ થશે તો ભારત અમેરિકા, ચીન અને ભૂતપૂર્વ સોવિયત સંઘ જેવા દેશોની યાદીમાં સામેલ થઈ જશે જેઓ આવી સિદ્ધિ હાંસલ કરી ચૂક્યા છે. 


 


































-