કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે એક નિવેદનમાં કહ્યું કે અમેઝોન ઈ-કોમર્સ પોર્ટલ પર મારિજુઆનાનું વેચાણ એમેઝોનનો કોઈ નવો અન પ્રથમ ગુનો નથી. આ પહેલા 2019માં ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઈસ બનાવવા માટે રસાયણ જેનો ઉપયોગ પુલવામાં આતંકી હુમલામાં કરવામાં આવ્યો હતો, જેના પરિણામસ્વરુપે 40 સીઆરપીએફના જવાનોના મોત થયા હતા, તેને પણ ઈ-કોમર્સ પોર્ટલના માધ્યમથી ખરીદવામાં આવ્યા હતા. પુલવામા હુમલાની તપાસ દરમિયાન એનઆઈએ દ્વારા માર્ચ 2020માં પોતાના રિપોર્ટમાં આ તથ્યનો ખુલાસો કર્યો હતો. આ સમાચાર માર્ચ 2020માં મીડિયામાં ખૂબ જ વ્યાપક પ્રમાણમાં સામે આવ્યા હતા.



એમોનિયમ નાઈટ્રેટ જે ભારતમાં એક પ્રતિબંધિત વસ્તુ છે તેને પણ આ માધ્યમથી ખરીદવામાં આવ્યું હતું. સીએઆઈટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી. ભારતીય અને મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે એનઆઈએ દ્વારા પ્રાથમિક પૂછપરછ દરમિયાન સાર્વજનિક ડોમેનમાં ઉપલબ્ધ રિપોર્ટ અનુસાર ધરપકડમાં લેવાયેલા વ્યક્તિએ ખુલાસો કર્યો કે તેને એમેઝોન ઓનલાઈન શોપિંગનો ઉપયોગ આઈઈડી, બેટરી અને અન્ય સામાન બનાવવા રસાયણો ખરીદવા માટે કર્યો હતો. 


સીએઆઈટીએ કહ્યું કે કે આપણા સૈનિકોની વિરુદ્ધમાં એમોનિયમ નાઈટ્રેટનો ઉપયોગ પ્રતિબંધિત સામગ્રીના વેચાણની સુવિધા માટે કરાયો હતો, તેના માટે એમેઝોન અને તેના અધિકારીઓની સામે દેશદ્રોહનો કેસ દાખલ થવો જોઈએ. સીએઆઈટીના નિવેદનમાં કહેવામાં આવ્યું કે આ અધિકારીઓના નરમ વલણનું પરિણામ છે, જે ઈ-કોમર્સ પોર્ટલોને પોતાની પસંદ અનુસાર કંઈપણ કરવાની મંજૂરી આપી રહ્યા છે. એ પણ આશ્ચર્ય વાત છે કે કઈ રીતે આ સનસનીખેજ મામલાને શાંત કરવામાં આવ્યો અને પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ માટે આગળ કોઈ કાર્યવાહી ન કરવામાં આવી.


બીસી ભારતીય અને પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે એમોનિયમ નાઈટ્રેટને 2011માં પ્રતિબંધિત વસ્તુ જાહેર કરવામાં આવી હતી, જેના માટે વિસ્ફોટક અધિનિયમ, 1884 મુજબ એમોનિયમ નાઈટ્રેટ ખતરનાક ગ્રેડને સૂચીબદ્ધ કરવા અને ભારતમાં તેના ખુલ્લા વેચાણ ખરીદ અને નિર્માણ પર પ્રતિબંધ લગાવવા સૂચના જારી કરવામાં આવી હતી. એમોનિયમ નાઈટ્રેટ વ્યસ્ત અને ભીડભાડવાળા વિસ્તારોમાં વિસ્ફોટકોને ટ્રિગર કરવા માટે ઉપયોગમાં લેવાતા બોમ્બનો મુખ્ય વિસ્ફોટક હતો. મુંબઈ પહેલા એમોનિયમ નાઈટ્રેટનો ઉપયોગ 2006માં વારાણસી અને માલેગાંવમાં અને 2008માં દિલ્હીમાં સીરિયલ બ્લાસ્ટમાં કરાયો હતો.



CAITએ કહ્યું કે 2016 થી એમેઝોન ઈ-કોમર્સ માટે એક સંહિતાબદ્ધ કાયદા અને નિયમોની માંગ કરી રહ્યું છે, પરંતુ કમનસીબે હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી જે પરિસ્થિતિની દયનીય સ્થિતિ દર્શાવે છે. બોમ્બ બનાવવા અને આપણા મહાન સૈનિકોને નિશાન બનાવવા માટે વપરાતા રસાયણો ખરીદવાથી વધુ ખરાબ શું હોઈ શકે. આ કેસને ફરીથી ઓપન કરવો જોઈએ અને એમેઝોન પોર્ટલના સંચાલન માટે જવાબદાર વ્યક્તિઓ સામે કાયદા મુજબ કાર્યવાહી થવી જોઈએ.