ચેન્નઈ: તમિલાડના ચેન્નઈના એમજીએમ હેલ્થકેરના ડૉક્ટરોએ એક દુર્લભ સર્જરી કરી 26 વર્ષીય યુવકને રિંગિંગ સેન્સેશન (કાનમાં સતત આવતો રણકતો અવાજ) થી મોટી રાહત અપાવી છે. દર્દી બે વર્ષથી ટિનિટસ બિમારીથી પીડિત હતો. આ ટિનિટસ (tinnitus) બીમારીનો એક દુર્લભ પ્રકાર છે. ડૉક્ટરોએ દાવો કર્યો છે કે, દેશમાં આ પ્રથમ એવો કેસ છે, જેની સારવાર માઈક્રોવેસ્કુલર ડિકમ્પ્રેશન સર્જરીથી કરવામાં આવી છે. દુનિયાભરમાં આવા 50થી પણ ઓછા કેસ નોંધાયા છે. 



ટિનિટસ (tinnitus) એ આરોગ્યની એવી સ્થિતિ હોય છે જેમાં દર્દી પોતાના કાનમાં સતત કંકઈ રણકતું હોય તેવું અનુભવે છે. ભલે આજુ બાજુ કોઈ અવાજ ન હોય. ઘણીવાર તે કેટલાક છૂપાયેલા રોગનું પણ લક્ષણ હોય શકે છે. માઇક્રોવેસ્ક્યુલર ડિકમ્પ્રેસન સર્જરી (Microvascular Decompression (MVD)નો ઉપયોગ નિયમિતરૂપે ટ્રિગેમિનલ ન્યુરોલજિયા (નસના દબાવવાના કારણે ચહેરા પર પીડા જેવો ઝટકો)ની  સારવાર માટે કરાઈ છે.



દર્દી કામ પર ધ્યાન આપી શકતો નહોતો 


દર્દી 2019થી ડાબા કાનમાં આ સમસ્યાથી પીડિત હતો. કાનમાં આ રિંગિંગ સેન્સેશનના કારણે તેને ઊંઘવામાં પણ તકલીફ થતી હતી. સાથે તે પોતાની રોજિંદી ગતિવિધિઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતો નહોતો. દેશમાં આ પ્રકારનો પ્રથમ કેસ છે. હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેના બ્રેનનું એમઆરઆઈ કરવામાં આવ્યું. તેમાં અસામાન્ય ટ્યૂમર કે વેસ્કૂલર માલફાર્મેશન જોવા મળ્યું નહોતું.  



ડૉ. કે શ્રીધરને જણાવ્યું કે, આ સર્જરીની સોથી મોટી વાત એ છે કે, જો તેને સારવાર કરવામાં ન આવે તો પીડિત બેહરો થઈ શકે છે. તેમાં ફેસિયલ વિકનેસની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.