જે રીતે કોરોનાની બીજી લહેરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે તે જ રીતે સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન પણ ચાલી રહ્યું છે. લોકો લાઈન લગાવીને કોરોના રસી લઈ રહ્યા છે. જોકે લોકો રસીને લીધે થનારી સાઈડ ઇફેક્ટને લઈને ચિંતિત છે અને ઇચ્છે છે કે રસી લીધા બાદ તેઓ સુરક્ષિત રહે અને કોઈપણ અન્ય બીમારીમાં ન સપડાય. નિષ્ણાંતોનું કહેવું છે કે રસી લીધા બાદ વધારે સાઈડ ઇફેક્ટ ન થાય તેના માટે યોગ્ય આહાર મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. આમ તો લોકો અનેક સલાહ આપતા હોય છે. કેટલાક લોકો કહેશે કે રસી લેથા પહેલા ન્યૂટ્રિશિયસ આહાર લેવો જોઈ. કેટલાક કહે છે કે પાણી ન પીવું જોઈએ. જોકે નિષ્ણાંતોનો મત અલગ છે. જાણો નિષ્ણાંતોનું શું કહેવું છે.....
ખૂબ પાણી પીવું અન ફળ ખાવા
નિષ્ણાંતોનું માને તો શરીરમાં પાણીની માત્રા સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. જ્યારે રસી લેવા જાવ તો ખૂબ પાણી પીવું અને વધારે પાણીવાળા ફળ ખાવા. તેનાથી રસી લીધા બાદ થનાર સાઈડ ઇફેક્ટની અસર ખૂબ જ ઘટી જશે.
આલ્કોહોલથી દૂર રહેવું
રસી લધા બાદ કેટલીક સામાન્ય સાઈડ ઇફેક્ટ જોવા મળી છે. મોટેભાગે લોકોમાં કોઈપણ સાઈડ ઈફેક્ટ ન હતી. જોકે રસી લેતા સમયે શરીરમાં પાણી પૂરતું હોવું જોઈએ પરંતુ જ્યારે આલ્કોહોલ લેવામાં આવે તો તેનાથી ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે. આ સ્થિતિમાં સાઈડ ઈફેક્ટની શક્યતા વધી જાય છે. માટે આલ્કોહોલ બિલકુલ પણ ન લેવું.
પ્રોસેસ્ડ ફૂડ ન ખાવું
બ્રિટિશ જર્નલ ઓફ ન્યૂટ્રિશન અનુસાર મહામારીના આ સમયમાં શુદ્ધ અનાજ આહારમાં લેવું જોઈએ. રસી લેતા પહેલા પ્રોસેસ્ડ ફૂડનું સેવન ન કરવું. તેના કરતાં સારું રહેશે કે એવો આહાર લેવો જેમાં ફાયબર વધારે માત્રામાં હોય. આ દેશી અનાજમાં વધારે મળે છે. ઉપરાંત સુગરયુક્ત વસ્તુનું સેવન પણ ન કરવું જોઈએ.
રસી લેતા પહેલા સંતુલિત આહાર લેવો
રસી લીધા બાદ અનેક જગ્યાએ લોકો બેભાન થવાની ફરિયાદ આવતી રહી છે. તેના માટે જ રૂરી છે કે રસી લેતા પહેલા સંતુલિત આહાર લેવામાં આવે. સેન્ટર ફોર ડિઝિસ કન્ટ્રોલ એન્ડ પ્રીવેંશન અનુસાર રસી લેતા પહેલા પૂરતું પાણી, સંતુલિત આહાર અને સ્નેક્સ લેવાથી રસીની સાઈડ ઇફેક્ટની ચિંતા દૂર થઈ શકે છે.