ચેન્નઈ: કોરોના વાયરસની મહામારીની આ જંગમાં ડૉક્ટર્સ દેવદૂત બનીને મહત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે, અનેક ડૉક્ટર્સ આ મહામારીથી લોકોની સારવાર કરતા કરતા પોતાની જિંદગીની જંગ હારી ગયા છે, પરંતુ અનેક જગ્યાએ આ ડૉક્ટરો પ્રત્યે જે થઈ રહ્યું છે તે ખૂબજ હેરાનકરનારું છે.


વાસ્તવમાં, ચેન્નઈમાં એક ડૉક્ટર કોરોની ઝપેટમાં આવી ગયા હતા અને પોતાનો જીવ ગુમાવી દીધો, પરંતુ હાલત એવી થઈ ગઈ કે કોઈ ડૉક્ટરનું અંતિમ સંસ્કાર કરવા માટે પણ તૈયાર થયું નહીં. આંધ્ર પ્રદેશના નેલ્લૂરના રહેવાસી 56 વર્ષીય ઓર્થો સર્જન કોરોના વાયરસથી સંક્રમિત હતા. કોરોના વાયરસની સારવાર દરમિયાન એક દર્દીનો ચેપ તેમને લાગ્યો હતો અને આ ડોક્ટરની હાલત એટલી હદે બગડી ગઈ કે ચેન્નઈના વાનગરમના એક ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો.

હોસ્પિટલના કર્મચારી અને સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ સોમવારે લગભગ 2 વાગ્યે મૃતદેહ લઈને ચેન્નઈના અંબત્તુરના સેમિટરી( સ્મશાન) પહોંચ્યા. ત્યાંના સ્ટાફે કોરોનાથી સંક્રમિત હોવાનું સાંભળતા જ પોતાના હાથ ઉપર કરી લીધા અને અંતિમ સંસ્કાર કરવોનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો. સતત ચારથી પાંચ કલાક થઈ ગયા ત્યાં સુધી સ્થાનીક આરોગ્ય અધિકારી અને હોસ્પિટલ સ્ટાફ સાથે બોલાચાલી કરવા લાગ્યા. ત્યાં સુધી ડૉક્ટરનો મૃતદેહ એમ્બ્યુલેન્સમાં પડી રહ્યો. ઘટના સ્થળે હાજર લોકોના સમજાવ્યા બાદ પણ તેની કોઈ અસર થઈ નહોતી.


કલાકો સુધી રકઝક કર્યા બાદ હોસ્પિટલ સ્ટાફે શબને પરત લઈ જવું પડ્યું. પોલીસ નગર નિગમ અને સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ સ્થાનીક લોકોને પણ ખૂબ સમજાવ્યા કે મૃતદેહની કોરોના નથી ફેલાતો અને તમામ દિશા નિર્દેશો અનુસાર જ અગ્નિ સંકસ્કાર કરવામાં આવશે. તેમ છતાં તેમની વાત લોકો માન્યા નહોતા. પરિવાર એ સમયે અશ્રુભિની આંખોથી આ બધુ જોઈ રહ્યો હતો.


હેરાન કરનારી વાત એ છે કે, જે ડૉક્ટર આજે દેવદૂત બનીને આપણો જીવ બચાવવામાં લાગેલા છે તેમના અંતિમ સંસ્કાર પણ યોગ્ય રીતે થઈ નથી શકતા. મંગળવારે સવારે પોલીસે કડક બંદોબસ્ત સાથે આ ડૉક્ટરના અંતિમ સંસ્કાર કર્યા હતા.