નવી દિલ્હીઃ દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં કુસ્તીબાજ સાગર ધનખડની હત્યાના આરોપમાં ઓલિમ્પિક વિજેતા સુશીલ કુમાર અને તેના બીજા સાથીઓની ધરપકડ થઇ ચૂકી છે. કોર્ટે સુશીલ કુમારને પોલીસ રિમાન્ડમાં મોકલી દીધો છે. ત્યાં પૉસ્ટમૉર્ટમ રિપોર્ટમાં જે ખુલાસો થયો છે તે અનુસાર સાગર ધનખડના ઉપર કોઇ ધારદાર હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. તેના શરીર પર કેટલીય જગ્યાએ ઇજાના નિશાન પડેલા છે. માથાથી લઇને ઘૂંટણ સુધી ઇજાના નિશાન મળી આવ્યા છે. 


સાગર ધનખડની કઇ રીતે થુય મોત?
પૉસ્ટમૉર્ટમમાં ખુલાસો થયો છે કે કોઇ બ્લન્ટ-ઓબ્જેક્ટ એટલે કે ધારદાર હથિયારથી તેના પર ઘા કરવામાં આવ્યો છે, કેમકે તેના શરીર પર 1 થી 4 સેન્ટીમીટરના ઉંડા ઘા પડેલા છે. આ ઘા ઉંડા હતા એટલે હાડકાં સુધી ઇજા પહોંચી હતી. છાતી અને પીઠ પર 5×2 cm અને પીઠ પર 15x4 cmના ઘા છે. 


શું કહેવુ છે ડૉક્ટરોનુ?
જહાંગીર પુરીની BJRMH hospitalના ડૉક્ટર મુનીશ વધાવનના રિપોર્ટ પ્રમાણે વિસરા અને બ્લેડ સેમ્પલ તપાસ માટે સીલબંધ કરી દેવામાં આવ્યા છે. માથામાં કોઇ બ્લન્ટ ઓબ્જેક્ટથી ઘા કરવાના કારણે મોત થયુ હોઇ શકે છે, ડૉક્ટરોનો મત છે કે શરીર પર મળી આવેલા તમામ ઇજાના નિશાન મોત પહેલાના છે.


5 મેએ સાગર ધનખડનુ થયુ મોત..... 
ખરેખરમાં, કુસ્તીબાજ સાગર ધનખડને પાંચ મેએ અડધી રાત્રે 2 વાગેને 52 મિનીટ પર પહેલા નજીકની હૉસ્પીટલ BJRM હૉસ્પીટલ લઇ જવામાં આવ્યો, ત્યારબાદ તેને ટ્રૉમા સેન્ટર લઇ જવાયો જ્યાં સવારે સવા 7 વાગે સારવાર દરમિયાન તેનુ મોત થઇ ગયુ હતુ.



ઓલિમ્પિક મેડલિસ્ટ સુશીલ કુમારને રેલવેએ સસ્પેન્ડ કર્યો....
છત્રસાલ સ્ટેડિયમમાં જુનિયર ગોલ્ડ મેડલિસ્ટ કુસ્તીબાજ સાગર રાણાની હત્યાના કેસમાં ફરાર ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ સુશીલ કુમારની બે દિવસ પહેલા દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે દિલ્હીના મુંદકા વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. સુશીલની સાથે તેના સાથી અજયની પણ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે સુશીલ પર એક લાખ રૂપિયા અને અજય પર 50 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. આ દરમિયાન આજે ભારતીય રેલવે દ્વારા સુશીલ કુમારને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.


અદાલતે સુશીલ કુમારને પોલીસ રિમાન્ડ પર મોકલ્યો છે. આ દરમિયાન પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સાગર ધનકડ પર કોઈ ધારદાર હથિયારથી હુમલો કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે. તેના શરીર પર અનેક જગ્યાએ ઈજાના નિશાન મળ્યા હતા. માથાથી લઈ ઘૂંટણ સુધી ઈજાના નિશાન હતા. તેના શરીર પર 1 થી 4 સેમી ઉંડા ઘા મળી આવ્યા હતા. છાતી પર 5×2 cm  અને પીઠ પર 15x4 cm ના ઘા હતા.


5 મેના રોજ છત્રસાલ સ્ટેડિયમના પાર્કિંગ વિસ્તારમાં કુસ્તીબાજોના બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન ફાયરિંગ પણ થયું હતું. આમાં 5 કુસ્તીબાજો ઘાયલ થયા હતા. જેમાં સાગર (23), સોનુ (37), અમિત કુમાર (27) અને 2 અન્ય રેસલર્સ સામેલ હતા.