આજે બપોરે યાસ વાવાઝોડું ઓડિશાના બાલાસોરના દરિયાકાંઠે ત્રાટકશે. ઓડિશા, બંગાળ અન ઝારખંડમાંથી લાખો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ઓડિશાના ભદ્રાક જિલ્લાના ધામરા પોર્ટ પરના આખા વિસ્તારને ખાલી કરી દેવાયો છે..પાડોશી રાજ્ય ઝારખંડ પર પણ તેની અસર થશે તેથી તે રાજ્યના અનેક લોકોને પણ સુરક્ષિત સૃથળે ખસેડી દેવામાં આવ્યા છે.


ચક્રવાત યાસ ઓડિશિના બાલાસોરમાં આવી ગયું છે. હાલમાં અહીં સમુદ્રમાં મોજા 4થી 6 મીટર સુધી ઉછળી રહ્યા છે. સવારે 10-11 કલાકે ઓડિશિના કિનારને ટકરાવાનો અંદાજ છે. આ દરમિયાન હવાની ગતિ 150 કિમી પ્રતિ કલાકની રહી શકે છે.


મળતી માહિતી મુજબ બંગાળમાં બે લોકોના મોત થયા છે. બંગાળમાં નવ લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યારે ઓડિશા સરકારે બે લાખ લોકોને ખસેડયા છે. વાવાઝોડુ ત્રાટકે તે બાદ આશરે છ કલાક સુધી તેની આ રાજ્યો પર અસર રહેશે.પશ્ચિમ બંગાળ અને ઉત્તરી ઓડિશાના તટીય વિસ્તારોમાં ચક્રવાતી વાવાઝોડા યાસનું જોખમ વર્તાઈ રહ્યું છે.


ઓડિશા અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે..હવામાન વિભાગે જણાવ્યું કે, ભીષણ તોફાન દરમિયાન 155થી 165 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે, જે 185 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે.


યાસ વાવાઝોડાનો સામનો કરવા માટે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં એનડીઆરએફની અનેક ટીમ તૈનાત કરવામાં આવી છે. વાવાઝોડાના કારણે ઓડિશાના ભદ્રક, કેન્દ્રપાડા, જાજપુર, જગતસિંહપુર અને મયૂરભંજ વિસ્તારો સૌથી વધારે પ્રભાવિત થઈ શકે છે. જ્યારે પશ્ચિમ બંગાળના મેદિનીપુર, દક્ષિણ 24 પરગણા, હાવડા, હુગલી અને ઉત્તર 24 પરગણામાં અસર જોવા મળશે.


હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે યાસ વાવાઝોડું 26 મેના રોજ બંગાળ અને ઓડિશાના કિનારે અથડાઈ શકે છે. વાવાઝોડાના અણસારને લઈ રાજ્ય અને કેન્દ્ર સરકારની એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે.