CM Oath Ceremony: મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં મુખ્યમંત્રીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. બંને રાજ્યોમાં આજે શપથ ગ્રહણ સમારોહ યોજાશે. સૌથી પહેલા મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી મોહન યાદવ શપથ લેશે, ત્યારબાદ વિષ્ણુદેવ સાય રાયપુરના સાયન્સ કોલેજ મેદાનમાં છત્તીસગઢના નવા મુખ્યમંત્રી પદના શપથ લેશે. બંને રાજ્યોમાં શપથ ગ્રહણ સમારોહ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઘણા મોટા નેતાઓ હાજર રહેશે.


મધ્યપ્રદેશના મોતીલાલ નેહરુ સ્ટેડિયમમાં સવારે 11.30 વાગ્યે શપથ ગ્રહણ સમારોહ યોજાશે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોહન યાદવની સાથે અનેક મંત્રીઓ પણ હોદ્દા અને ગોપનીયતાના શપથ લઈ શકે છે. છત્તીસગઢના નવનિયુક્ત મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય સાંજે 4 વાગ્યે રાયપુરના સાયન્સ કોલેજ મેદાનમાં યોજાનાર કાર્યક્રમમાં શપથ લેશે. બંને રાજ્યોમાં શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. બીજેપીએ માહિતી આપી છે કે પીએમ મોદી ઉપરાંત ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓ પણ બંને રાજ્યોમાં આજે યોજાનાર શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે.






રાજધાની રાયપુરમાં સાયન્સ કોલેજના મેદાનમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત ઘણા વરિષ્ઠ નેતાઓ ભાગ લઈ શકે છે.


શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદીના આગમન માટે પૂરતી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. તેમાં એક એડીજી સ્તરના અધિકારી અને ચાર આઈજી સ્તરના અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. કાર્યક્રમની સાથે ટ્રાફિક વ્યવસ્થાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. 


માનવામાં આવે છે કે મુખ્યમંત્રીની સાથે બે ડેપ્યુટી સીએમ સહિત કેબિનેટ પણ શપથ લઈ શકે છે. કેબિનેટને લઈને મંથન ચાલી રહ્યું છે. રાજ્યની જનતા પણ આની રાહ જોઈ રહી છે, જોકે કેબિનેટ સભ્યોને લઈને મંથન ચાલી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયા, ભાજપના પ્રદેશ પ્રભારી ઓમ માથુર, સહ પ્રભારી નીતિન નબીન અને અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ સમારોહમાં હાજરી આપશે.


વિષ્ણુદેવ સાયને રવિવારે ધારાસભ્ય દળની બેઠકમાં છત્તીસગઢના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી પદ માટે તેમની પસંદગી થયા બાદ તેમના સમર્થકો અને ભાજપના કાર્યકરો ઉજવણી કરી રહ્યા છે. સોમવારે વિષ્ણુદેવ સાય ભગવાન રામના દર્શન કરવા માટે રાયપુર સ્થિત રામ મંદિર પહોંચ્યા હતા. વિષ્ણુદેવે ભગવાન રામની પૂજા કરી અને આશીર્વાદ લીધા. તેઓએ ભગવાન રામને છત્તીસગઢના સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. આ દરમિયાન તેઓ રાયપુર પંડરીમાં આવેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રદેશ કાર્યાલય પહોંચ્યા અને સંઘના અધિકારીઓને મળ્યા હતા. આ પછી તેઓ નવી દિલ્હી જવા રવાના થઈ ગયા હતા.