રાયપુર: કેરળ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન બાદ હવે છત્તીસગઢ સરકારે રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NPR) લાગુ કરવાનો ઈનકાર કરી દીધો છે. છત્તીસગઢના ગૃહમંત્રી તામ્રધ્વજ સાહુએ કહ્યું કે અમે રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટરનો વિરોધ કરીએ છીએ. મુખ્યમંત્રીએ કહ્યું કે તેની વિરુદ્ધ શહી કરનાર તેઓ પહેલા વ્યક્તિ હશે.


જણાવી દઈએ કે નાગરિકતા સંશોધન કાયદાને એનઆરસી અને એનપીઆર સાથે જોડીને કૉંગ્રેસ સહિત અન્ય દળ અને સંગઠન તેનો વિરોધ કરી રહ્યાં છે. દિલ્હીના શાહિન બાગમાં છેલ્લા બે મહિના કરતા વધુ સમયથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. બુદવારે ચેન્ન સહિત તમિલનાડુના અનેક મુખ્ય શહેરોમાં લોકો સીએએ, એનઆરસી અને એનપીઆરનો વિરોધ પ્રદર્શન કરતા નજર આવ્યા હતા.

વિપક્ષનું કહેવું છે કે, રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર, એનઆરસીની જ પ્રકિયા છે. જ્યારે ભાજપ સરકાર ઘણીવાર સ્પષ્ટ કરી ચૂકી છે કે એનપીઆરનો સીએએ-એનઆરસી સાથે કોઈ સંબંધ નથી. પાર્ટીનું કહેવું છે કે, મનમોહન સિંહના નેતૃત્વમાં યૂપીએ સરકાર દરમિયાન જ 1એપ્રિલ, 2010થી 30 સપ્ટેમ્બર 2010 સુધી એનપીઆર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે તેનો વિરોધ કરવાનો શું મતબલ છે ?