Kanker News:  છત્તીસગઢના કાંકેર જિલ્લામાં ડેમમાં મોબાઈલ પડી જવાને કારણે લાખો લીટર પાણીનો બગાડ કરવા બદલ પોલીસે ફૂડ વિભાગના નિરીક્ષક અને જળ સંસાધન વિભાગના બે અધિકારીઓ સામે કેસ નોંધ્યો છે. પોલીસ અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી હતી.


કાંકેર જિલ્લા પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે વિસ્તારના મહેસુલ અધિકારીની ફરિયાદના આધારે પખાંજૂર પોલીસ સ્ટેશનમાં ખાદ્ય નિરીક્ષક રાજેશ વિશ્વાસ, જળ સંસાધન વિભાગના એસડીઓ રામલાલ ધીવર અને વિભાગના સબ એન્જિનિયર છોટેલાલ ધ્રુવ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે વિશ્વાસે કથિત રીતે ડેમના બહારના ભાગમાંથી બધુ પાણી કાઢી દીધું હતું. જેમાં  જળ સંસાધન વિભાગના અધિકારીઓએ વિશ્વાસને મદદ કરી હતી.


પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ત્રણ અધિકારીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 430, 34 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલામાં પખાંજૂરમાં તૈનાત વિશ્વાસ અને ધીવરને પહેલા જ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


FIR મુજબ, નાયબ તહસીલદારે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે વિશ્વાસ (33) 21 મેના રોજ ખેરકટ્ટા ગામમાં પરાલકોટ ડેમમાં તેના મિત્રો સાથે ફરવા ગયો હતો. આ દરમિયાન તેનો મોબાઈલ પાણીમાં પડી ગયો હતો. વિશ્વાસે પોતાનો મોબાઈલ ફોન પાછો મેળવવા ચાર દિવસ સુધી હજારો લીટર પાણી ડેમમાંથી બહાર કઢાવ્યું હતું.


ડેમમાંથી 41 લાખ લિટર પાણી કાઢવામાં આવ્યું હતું


ધીવર અને ધ્રુવે વિશ્વાસને પાણીનો બગાડ કરવામાં મદદ કરી હતી, જેના કારણે ખેતી અને અન્ય પ્રવૃત્તિઓ માટે એકત્રિત પાણીનો બગાડ થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિશ્વાસે 25 મેના રોજ તેનો મોબાઈલ ફોન પાછો મેળવ્યો હતો પરંતુ તે પહેલા ચાર દિવસ સુધી ડેમમાં 41 લાખ લિટર પાણી પંપથી બહાર કાઢી દેવામા આવ્યું હતું. બીજા દિવસે ઘટનાનો ખુલાસો થતા  કાંકેરના જિલ્લા કલેક્ટર પ્રિયંકા શુક્લાએ આ સંબંધમાં રિપોર્ટ માંગ્યો હતો ત્યારબાદ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પરવાનગી વિના પાણી ખેંચવા બદલ વિશ્વાસને 10 દિવસમાં વિભાગને 53,092 રૂપિયાનો દંડ ભરવા માટે કહેવામાં આવ્યું છે.


Wrestlers Protest: હવે સચિન તેંડુલકરના ઘર સુધી પહોંચ્યો કુસ્તીબાજના વિરોધનો મુદ્દો, જાણો કોણે લગાવ્યા બેનર


Mumbai News: મુંબઈમાં યુથ કોંગ્રેસના કાર્યકરોએ કુસ્તીબાજોને સમર્થન ન આપવા બદલ બુધવારે ભૂતપૂર્વ ક્રિકેટ દિગ્ગજ સચિન તેંડુલકરના ઘરની બહાર પોસ્ટરો લગાવ્યા હતા. જોકે બાદમાં પોલીસે પોસ્ટર હટાવી દીધું હતું. આ પોસ્ટર યુથ કોંગ્રેસના સભ્ય રંજીતા વિજય ગોરે લગાવ્યું હતું. પોસ્ટરમાં ભારત રત્ન એવોર્ડ વિજેતા સચિન તેંડુલકરના 'મૌન' પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. પોસ્ટરમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે રમતની દુનિયામાં તમે 'ભગવાન' છો, પરંતુ જ્યારે કેટલીક મહિલા ખેલાડીઓ જાતીય સતામણી સામે અવાજ ઉઠાવી રહી છે ત્યારે તમારી માનવતા ક્યાંય દેખાતી નથી