આમ આદમી પાર્ટીએ 15 જાન્યુઆરીએ તમામ 70 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. જેમાં પાર્ટીએ વર્તમાન 15 ધારાસભ્યોની ટિકિટ કાપવાનો નિર્ણય લીધો છે. જેના કારણે કેટલાક નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે.
આદર્શ શાસ્ત્રીની જગ્યાએ આમ આદમી પાર્ટીએ કૉંગ્રેસના વરિષ્ઠ નેતા મહાબલ મિશ્રાના પુત્ર વિનય કુમારને દ્વારકા સીટ પરથી ઉમેદવાર બનાવ્યા છે. કૉંગ્રેસ દ્વારકાની સીટ પર આદર્શ શાસ્ત્રીની ટિકિટ આપી શકે છે.
દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે 8 ફેબ્રુઆરીએ મતદાન થશે અને મતગણતરી 11 ફેબ્રુઆરીએ થશે. 2015ની વિધાનસભા ચૂંટણીમાં AAPએ 70માંથી 67 સીટો પર જીત મેળવી હતી. જ્યારે ભાજપે ત્રણ સીટ પર જીત મેળવી હતી.