રોહિત કંસલે કહ્યું છે કે જમ્મૂ વિસ્તારના 10 જિલ્લાઓમાં ઇન્ટરનેટ સેવાઓ ફરી ચાલુ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે ઉત્તર કાશ્મીરના બાંદીપોરા અને કુપવાડામાં 2G ઇન્ટરનેટ સેવાઓ શરુ કરવામાં આવી રહી છે. કાશ્મીર ઘાટીની બેન્કોમાં બ્રોડબેન્ડ સેવાઓ સંપૂર્ણ રીતે ચાલુ કરી દેવામાં આવી છે. જ્યારે બડગામ, ગાંદરબલ, બારામુલા, શ્રીનગર, કુલગામ, અનંતનાગ, શોપિયાં અને પુલવામામાં મોબાઈલ ઈન્ટરનેટ બંધ રહેશે.
જમ્મુ કાશ્મરીમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ 164 દિવસ બાદ જરૂરી સેવા આપનાર સસ્થાઓમાં બ્રોડબેન્ડ સેવા શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખીય છે કે થોડા સમય પહેલા જ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે બંધારણના અનુચ્છેદ 19 અંતર્ગત ઈન્ટરનેટનો ઉપયોગ કરવું એક મૌલિક અધિકાર છે. આ સિવાય કોર્ટે જમ્મુ કાશ્મીર પ્રશાસનને કેન્દ્ર શાસિત પ્રદેશમાં લાગેલા પ્રતિબંધોની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો હતો.