નવી દિલ્લી: સુપ્રીમ કોર્ટના મુખ્ય જસ્ટીસ ટી એસ ઠાકુરે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. વડાપ્રધાન નરેંદ્ર મોદી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે માત્ર વિકાસના નારા લગાવવાથી વિકાસ ન થાય. ટી એસ ઠાકુર બિલાસપુર હાઈકૉર્ટમાં છત્તીસગઢના ન્યાયિક આધિકારીઓને સંબોધિત કરી રહ્યા હતા. આ કાર્યક્રમમાં તેમણે દેશમાં જજની સંખ્યામાં વધારો કરવા પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું આપણે વિદેશી રોકાણકારોને બોલાવી વિકાસના નારા લગાવતા રહીએ છીએ.પરંતુ જરૂરી છે કે વિકાસના કારણે પેદા થનારા વિવાદો સામે લડવા માટે ન્યાયતંત્રને પણ મજબૂત બનાવવામાં આવે.


જસ્ટિસ ઠાકુરે જણાવ્યું કે દેશમાં માત્ર 18 હજાર જજ છે અને નીચલી અદાલતમાં 3 કરોડ કેસનો ખડકલો છે. હું આ મામલે સાર્વજનિક મંચ પર વડાપ્રધાનની હાજરીમાં પણ વાત કરી રહ્યો છું. આ મામલે ભાવુક અપીલ પણ કરી છે કે આ ભારતીય ન્યાય વ્યવસ્થા માટે એક મોટો પડકાર છે. તેનું નુકશાન ન માત્ર ન્યાયપાલિકા પરંતુ સમગ્ર દેશે ભોગવવું પડશે.