પોતાની પ્રોડક્ટર્સના બહિષ્કારથી ચીન ગભરાયું, કહ્યું- ‘ભારતીય ગ્રાહકોને પણ થશે નુકસાન’
abpasmita.in | 27 Oct 2016 05:39 PM (IST)

નવી દિલ્લી: ભારતમાં ચીની ચીજવસ્તુઓને લઈને થઈ રહેલો બહિષ્કાર સોશિયલ મીડિયા સહિત વિભિન્ન સ્ટેજો પર ચાલી રહેલા અભિયાનની અસર હવે બજારોમાં પણ જોવા મળી રહી છે. જેના લીધે ચીન હવે ગભરાયું છે. પહેલા તો ચીને પોતાના સરકારી મીડિયામાં ભારત વિશે ગમે તેમ લખ્યું અને હવે ચીન સરકાર મેદાનમાં આવી ગઈ છે. ચીને ચેતવણી આપી છે કે જો બહિષ્કાર અભિયાને ગતિ પકડી તો તેની અસર બન્ને દેશોવા દ્ધપક્ષિય સંબંધો અને ભવિષ્યમાં થનાર રોકાણ ઉપર પડશે. નવી દિલ્લીમાં ચીની હાઈકમિશ્નરના પ્રવક્તા ઝી લિયાને ગુરુવારે કહ્યું કે સામાનનો બૉયકોટની નકારાત્મક અસર ભારતમાં ચીની ઉદ્યોગોના રોકાણ પર પડી રહ્યો છે. જેના લીધે દ્ધપક્ષિય સહયોગ પણ પ્રભાવિત થઈ રહ્યો છે. લિયાને કહ્યું કે ચીની ચીજવસ્તુઓની બૉયકોટ દીવાળી સાથે જોડાયેલ પ્રોડકો સુધી મર્યાદિત નથી. પરંતુ તેનો વિસ્તાર વધી રહ્યો છે. ભવિષ્યમાં બૉયકોટ માત્ર ચીની પ્રોડકોના વેચાણને જ નહીં પરંતુ ભારતીય ગ્રાહકોના બજાર ઉપર પણ નકારાત્મક અસર જોવા મળશે.