મહાબલીપુરમ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના રાષ્ટ્રપતિ શી ચિનપિંગની યજમાની માટે મહાબલિપુરમ પહોંચ્યા હતા. આ દરમિયાન પીએમ મોદી તમિલના પરંપરાગત પોષાકમા નજર આવ્યા. ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાંજે 5 વાગે મહાબલીપુરમ પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાન મોદીએ તેમનું તમિલ વેશભૂષામાં સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મોદીએ જે ડ્રેસ પહેર્યો હતો તેને ‘વેશ્ટી’ કહેવામાં આવે છે.
બન્ને નેતાઓએ ડિનર પહેલા મહાબલીપૂરમમાં જિનપિંગને અર્જુન તપસ્યાના સ્થળ, પંચ રથ અને તટ મંદિરના દર્શન કર્યા હતા. બાદમાં બંનેએ નારિયેળ પાણી પીધું અને અનૈપચારિક વાતચીત શરૂ કરી. મહાબલીપુરમમા સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ મોદીએ જિનપિંગને ડિનર કરાવ્યું હતું. જિનપિંગને ડિનરમાં પારંપરિક દક્ષિણ ભારતીય વાનગીઓ પીરસવામાં આવી હતી.


આ પહેલા ચેન્નાઇમાં શી જિનપિંગનું એરપોર્ટ જોરદાર  સ્વાગત કરવામાં આવ્યુ હતુ. શી જિનપિંગ 2 દિવસ માટે ભારત પ્રવાસે આવ્યા છે. ભારત-ચીન વચ્ચે આ વખતે ઈન્ફોર્મલ સમિટ તમિલનાડુના મહાબલીપુરમાં થઈ રહી છે. આ દરમિયાન અનેક મહત્વના મુદ્દાઓ વિશે વાતચીત કરવામાં આવશે.




શી જિનપિંગના પહેલા જ પીએમ મોદી મહાબલીપુરમ પહોંચી ગયા છે, નરેન્દ્ર મોદીએ શી જિનપિંગના આગમને વધાવવા ત્રણ ભાષામાં ટ્વીટ કર્યુ હતુ. પીએમે ચીની, તામિલ અને અંગ્રેજી ભાષામાં ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી હતી.