નવી દિલ્હીઃ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 11 ઓક્ટોબરે ભારતના પ્રવાસે આવવાના છે, 12 ઓક્ટોબરે આયોજિત સેકન્ડ 'ઇન્ડો-ચાઇના' દ્વિપક્ષીય શિખર સંમેલનમાં સામેલ થશે, આ કાર્યક્રમમાં ભાગ લેવા શી જિનપિંગ શુક્રવારે બપોરે 1:20 વાગે ચેન્નાઇ પહોંચશે.


શી જિનપિંગ નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે તામિલનાડુના ગુઇંડી સ્થિત એક હૉટલમાં રોકાશે, અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય તથા વ્યાપારિક મુદ્દાઓ પર વાતચીત કરશે, જેને લઇને સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે.



શી જિનપિંગ હૉટલમાં થોડી વાર રોકાયા બાદ રૉડ માર્ગથી ચેન્નાઇથી લગભગ 55 કીલોમીટર દુર મહાબલીપુરમ રવાના થશે, અહીં પીએમ મોદીની સાથે સાંજે પાંચ વાગે 'અર્જૂન પેનાન્સ', 5.20 મિનીટે પાંચ રથ તથા 5.45 મિનીટે પ્રસિદ્ધ શોર મંદિર જશે. શી જિનપિંગ અહીં સાંસ્કૃતિક કાર્યક્રમમાં સામેલ થશે. બાદમાં રાત્રે હૉટલ પરત ફરશે. 12 ઓક્ટોબરે નવ વાગે તટીય શહેર રવાના થશે, ત્યાં જઇને શી જિનપિંગ પીએમ મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે.