નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિજયા દશમીના અવસર પર દિલ્હીના દ્વારકામાં 107 ફૂટ ઉંચા રાવણના પૂતળાનું દહન કર્યું હતું. વડાપ્રધાન સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારી અને પશ્ચિમી દિલ્હીના સાંસદ પ્રવેશ વર્મા ઉપસ્થિત રહ્યાં હતા. પરંપરા પ્રમાણે પીએમ મોદી તીર ચલાવીને રાવણ દહન કર્યું હતું.


Delhi: Prime Minister Narendra Modi at a #Dussehra function at Ram Leela grounds in Dwarka https://t.co/TG9hQSt4pN pic.twitter.com/MhMf1Fd6nx


પીએમ મોદીએ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંબોધન કરતા કહ્યું કે 365 દિવસમાં ભાગ્યેજ કોઈ એવો દિવસ હશે જ્યાં ભારતમાં કોઈ ઉત્સવ ના ઉજવાતો હોય. ઉત્સવ આપણને એકબીજા સાથે જોડે છે અને ઉમંગ ભરે છે. દેશમાં ઉત્સવ જ સંસ્કાર, શિક્ષા અને સમુહ જીવનનું પ્રશિક્ષણ આપે છે. પીએમ મોદીએ કહ્યું કળા, સાધનાને તહેવારોએ જીવંત કર્યા તેથી જ આપણે ત્યાં રોબોટ નહીં પણ માનવ પેદા થાય છે. તેઓએ કહ્યું નવરાત્રિ શક્તિની સાધના, ઉપાસના અને આરાધનાનું પર્વ છે.

તેઓએ કહ્યું કે અમે પડકાર આપનાર પણ છે અને સમય પ્રમાણે પોતાને બદલનાર પણ છે, આપણે પોતાની બુરાઈઓ સામે ઊભા હોઈએ છીએ. બુરાઈઓ સામે ઊભા રહેનારા જ સંત હોય છે.