નવી દિલ્લી: દેશના ઉત્તર પૂર્વમાં બ્રહ્મોસ ક્રૂઝ મિસાઈલ મૂકવાના નિર્ણયથી ડ્રેગન ગભરાયું છે. ચીને ચેતવણી આપી છે કે, ભારતનું ઉત્તર પૂર્વમાં બ્રહ્મોસ ક્રૂઝ મિસાઇલ તૈનાત કરવા જેવા પગલાથી સીમા પર સ્થિરતાને નકરાત્મકરૂપથી પ્રભાવિત કરશે..

મહત્વનુ છે કે, ચીનની ચેતવણી એવા સમય પર આવી છે. જ્યારે થોડાક જ દિવસો પહેલા ભારતે બ્રહ્મોસ મિસાઇલનું એક વિશેષ સંસ્કણ ઉત્તર પૂર્વમાં તૈનાત કરવાની વાત કરી હતી. આ મહીનાની શરૂઆતમાં વડાપ્રધાન નરેંદ્ર મોદીની અધ્યક્ષતાવાળી સુરક્ષા મામલે મંત્રીમંડળ સમિતિએ પહાડો પર યુદ્ધના માટે વિકસિત બ્રહ્મોસના ઉન્નત સંસ્કણથી લેંસ એક નવા રેંજિમેંટની સ્થાપનાને મંજૂરી આપી હતી.. જેનો ખર્ચ 4 હજાર 300 કરોડથી પણ વધારે હશે.. નવા રેજિમેંટ અરૂણાજલ પ્રદેશમાં ઉભુ કરવામાં આવશે.. જેના પર ચીન દાવો કરી રહ્યુ છે કે હાલના વર્ષોમાં ભારતીય અને ચીન સૈનિકો વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા પર ગતિરોધની કેટલીય ઘટનાઓ થયેલી છે.