શિક્ષામંત્રી જાવડેકરે શીખવ્યા ઈતિહાસના નવા પાઠ, નહેરૂ-પટેલને કહ્યા શહીદ
abpasmita.in | 23 Aug 2016 05:09 AM (IST)
નવી દિલ્લી: ભાજપના વરિષ્ઠ નેતા પ્રકાશ જાવડેકર દેશના શિક્ષામંત્રી છે, પણ તેમણે ઈતિહાસનો કંઈક અલગ જ પાઠ ભણાવ્યો છે. જાવડેકર ત્રિરંગા યાત્રા માટે મધ્યપ્રદેશના છીંદવાડામાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે સંબોધન કરતી વખતે સરદાર પટેલ અને નહેરૂને શહીદ કહ્યા હતા. સાથે જ કહ્યું હતું કે તેઓ આઝાદી માટે ફાંસીએ ચડ્યા હતા. જો કે ભાષણ દરમિયાન તેમણે એવા શહીદોના નામ લીધા કે જે આઝાદી માટે ફાંસીએ ચડ્યા હતા. આ ભાષણમાં જાવડેકરે સુભાષચંદ્ર બોઝને પણ શહીદોની યાદીમાં શામેલ કર્યા હતા. ઉલ્લેખમીય છે કે સોમવારે જાવડેકર છિંદવાડામાં તિરંગા યાત્રામાં શામેલ થયા અને સ્કૂટી ચલાવીને યાત્રામાં ગયા હતા. આ નિમિત્તે જાવડેકરે સરકારની યોજનાઓના વખાણ કર્યા હતા.