નવી દિલ્હીઃ ડોકલામ ગતિરોધના બે વર્ષ બાદ ચીની સૈન્યએ એકવાર ફરી ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ કેટલાક દિવસ અગાઉ જમ્મુ કાશ્મીરના લદાખમાં પૂર્વી ડેમચોક વિસ્તારમાં છ કિલોમીટર સુધી અંદર સુધી ઘૂસણખોરી કરી પોતાનો ઝંડો લહેરાવ્યો હતો. ચીની સૈન્યએ એવા સમય પર ઘૂસણખોરી કરી છે જ્યારે સ્થાનિક લોકો તિબ્બતી ધર્મગુરુ દલાઇ લામાનો જન્મદિવસ મનાવી રહ્યા છે.


એક ન્યૂઝ રિપોર્ટ અનુસાર, ડેમચોકની સરપંચે ચીનની સૈન્યએ ઘૂસણખોરીની પુષ્ટી કરી હતી. આ સૈનિક સૈન્ય વાહનોમાં ભરીને ભારતીય સરહદમાં આવ્યા અને ચીની ઝંડા લહેરાવ્યા હતા. ડેમચોકના સરપંચ ઉરગેને જણાવ્યું હતું કે, ચીનના સૈનિક ભારતીય સરહદમાં આવ્યા. તેમણે કહ્યું કે, ચીની સૈનિકોએ ડેમચોકમાં આવવાનો હેતું કાંઇક અલગ નજર આવી રહ્યો છે. સરપંચે કહ્યુ કે, ચીનના સૈનિક એવા સમય પર આ વિસ્તારમાં આવ્યા છે જ્યારે સ્થાનિક લોકો દલાઇ લામાનો જન્મદિવસ મનાવી રહ્યા છે. ઉરગેને કહ્યું કે, ચીનના સૈનિકો ડેમચોકમાં આવવાની ચિંતાની વાત છે. નોંધનીય છે કે આ અગાઉ પણ ઓગસ્ટ 2018માં ચીનના આ ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી હતી અને અનેક ટેન્ટ સ્થાપિત કર્યા હતા. ભારતના વિરોધ બાદ તેમણે ટેન્ટ હટાવ્યા હતા પરંતુ હજુ પણ ત્યાં બે ટેન્ટ છે.