ભારતની સરહદમાં ઘૂસ્યા ચીની સૈનિકો, ભારતીય સૈનિકોએ તગેડી મુક્યા
abpasmita.in
Updated at:
26 Sep 2016 04:09 PM (IST)
NEXT
PREV
નવી દિલ્લી: ઉરી હુમલાનો વિવાદ હજુ શાંત નથી થયો ત્યાં ફરીવાર ઘુસણખોરીની ઘટના સામે આવી છે. આ ઘુસણખોરી પાકિસ્તાન તરફથી નહી પરંતુ ચીન તરફથી કરવામાં આવી છે.
એક અંગ્રેજી વેબસાઈટના કહેવા મુજબ ચીનના સૈનિકો અરૂણાચલ પ્રદેશમાં ભારતીય સીમા અંદર લગભગ 45 કિલોમીટર સુધી આવી ગયા હતા અને કૈંપ પણ બનાવ્યો છે. આ બનાવ 9 સપ્ટેમ્બરનો છે, ચીનના સૈનિકો અરૂણાચલ પ્રદેશના અંજવ સુધી પહોંચી ગયા હતા.
ચીનના સૈનિકો ભારતીય સીમામાં કૈંપ લગાવી ચાર દિવસ સુધી રહ્યા બાદમાં ભારતીય સેનાએ તેમને પાછા મોકલી દીધા. આ ક્ષેત્રમાં ભારતીય સેના અને ઈંડો-તિબ્બેટ બોર્ડર પોલીસ દ્વારા સંયુક્ત પેટ્રોલિંગ કરવામાં આવે છે. પેટ્ર્રોલિંગ દરમિયાન ભારતીય સેનાએ ચીની સૈનિકોને પાછા મોકલ્યા હતા.

- - - - - - - - - Advertisement - - - - - - - - -