નવી દિલ્હીઃ ભારત-ચીન સરહદ વિવાદને કારણે બન્ને દેશોની વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. ત્યારે ચાઈનીઝ હેકર્સ દ્વારા અનેક ભારતીય કંપનીઓની સાઈટ હેક કરવાની વાત પણ ઝડપથી ફેલાઈ રહી છે. કહેવાય છે કે, મુખ્ય સરકારી વિભાગની વેબસાઈટ DPIITને ચીનના હેકર્સ દ્વારા હેક કરવામાં આવી છે. ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT)ને ચાઈનીઝ હેકર્સ દ્વારા હેક કરવામાં આવી છે. DPIITની સાઈટ હેકિંગ મામલે સરકારે જવાબ આપ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે સાઈટ હેક હોવાનો દાવો ખોટો ગણાવ્યો છે. મીડિયા રિપોર્ટમાં એવી વાત સામે આવી હતી કે DPIITની વેબસાઈટ હેક થઈ ગઈ છે.


પીઆઈબી ફેક્ટ ચેક (PIBFactcheck)એ પોતાના ટ્વીટર પર ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી હતી. પીઆઈબીએ ટ્વીટ કર્યું કે, ‘આ સત્ય નથી, સાઇટ અન્ડર મેન્ટેનન્સ હતી અને એનઆઈસી ક્લાઉડ પર ચાલી રહી છે. સાઈટને હેટ કરવાની વાત સંપૂર્ણ ખોટી અને નિરાધારા છે અને આ પ્રકારની આશંકા પણ ખોટી છે.’


DPIIT ઓછી ગુણવત્તાવાળા ચીનથી તથી આયાત માટે નીતિગત ઉપાયો પર કામ કરી રહ્યું છે. જેમાં ઘડિયાળ, સિગરેટ જેવી આઇટમ પણ સામેલ છે. DPIITએ ચીનમાં બનેલ ખરાબ ગુણવત્તાવાળી આયાતો માટે એક યાદી તૈયાર કરી છે જેમાં સિગરેટ, તમાકુ, પેઈન્ટ અને વાર્નાશ, પ્રિન્ટિંગ શાહી, મેકઅપનો સામાન, શેમ્પૂ, હેર ડાઇ, કાંચની આઇટમ, ઘડિયાળ, ઇન્જેક્શનની શીશી સામેલ છે. DPIIT અને રેવન્યૂ વિભાગે પીએમઓમાં થયેલ બેઠકમાં ઓછામાં ઓછી 300 વસ્તુઓ પર એક્સાઈઝ ડ્યૂટી વધારવા પર ચર્ચા કરી હતી.